સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th February 2023

કેશોદ સરકારી હોસ્પિટલ સ્ટાફ દ્વારા વિશ્વ કેન્સર દિનની ઉજવણી

કેશોદ જલારામ મંદિર ખાતે કેમ્પમાં કેન્સર દિન નીમિતે કેન્સર બાબતે લોકોને માહિતગાર કરાયા

કેશોદ જલારામ મંદિર દ્વારા ગઈકાલે રવિવારે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું.  જેમાં સરકારી હોસ્પિટલ કેશોદ અને એન. સી. ડી . વિભાગ દ્વારા વિશ્વા કેન્સર દિનની ઉજવણી કરી જાહેર જનતાને કેન્સર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા

  વિશ્વમાં જે બીમારીથી લોકો મૃત્યુ પામે છે તેમાં બીજા ક્રમે કેન્સરથી લોકોના મૃત્યુ થાય છે સમયસર જો રોગનું નિદાન અને સારવાર કરવામાં આવે તો કેન્સર રોગને  અટકાવી દર્દીને નવજીવન આપી શકાય છે સામાન્ય ગાંઠ હોય તો પણ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ જે લોકો પાન માવા બીડી સિગારેટ ના વ્યસની છે તેઓએ ખાસ સાવચેતી રૂપે સમયાંતરે આરોગ્ય કેન્દ્ર માં તપાસ કરાવવી જોઇએ.

  સ્ત્રીઓમાં મુખ્યત્વે સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે જેથી તા. ૪ ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિન નિમિત્તે કેશોદના સામાજિક કાર્યકર દિનેશભાઈ કાનાબાર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી કે કોઈપણ વિલંબ વિના નજીકના આરોગ્ય કેન્દ્ર અને એનસીડી વિભાગનો સંપર્ક કરી આ રોગને અટકાવવો જોઈએ આ તકે દીપેન અટારા ફાર્માસિસ્ટ સરકારી હોસ્પિટલ તેમજ જીગ્નેશ ચાંદેગરા કૌશલ દ્વારા લોકોને કેન્સર વિશે જાગૃતિ લાવવા વિગતવાર માહિતી આપવામાં આવેલ હતી.

 

(10:03 pm IST)