સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th February 2023

જૂનાગઢ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીમાં 828 કરોડનું બજેટ મંજૂર કરાયું : મિલકત વેરામાં ઝીંકાયો વધારો

મિલકત વેરામાં વધારો કરાયોઃ પાણીવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી

જૂનાગઢ મહાનગર પાલિકાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું. કુલ રૂપિયા 828 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેને મંજૂરી મળી હતી. આ બજેટમાં જૂનાગઢવાસીઓ પર વધુ એક વેરાનો બોજ ઝીંકવામાં આવ્યો છે.  શહેરીજનોને હવે મિલકત વેરો વધુ ભરવો પડશે.

જૂનાગઢ  મહાનગર પાલિકાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં મિલકત વેરામાં નજીવો વધારો ઝીંકાયો છે તો પાણીવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી .રૂપિયા 828 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. કમિશનરે સૂચવેલા કરવેરામાં ફેરફાર કરાયો છે.

 

(9:12 pm IST)