સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th February 2023

પોરબંદરમાં જુગાર રમતા ૩ શખ્‍સો ર હજારની રોકડ સાથે ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૬: બોખીરા વિસ્‍તારમાં જાહેરમાં જુ઼ગાર રમતા ૩ શખ્‍સોને રર હજારની રોકડ સાથે પોલીસે પકડી પાડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

જીલ્લાના પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિને નેસ્‍ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્‍વામી પોરબંદર શહેરનાઓના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારના કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનનાં પો. સબ ઇન્‍સ. કે. એન. ઠાકરીયા પોલીસ સ્‍ટાફ સાથે પેટ્રોલીંગ દરમ્‍યાન ઉદ્યોગનગર પો. સ્‍ટે.ના પો. કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ દિલુભા તથા પો. કોન્‍સ. યુવરાજસિંહ ધર્મેન્‍દ્રસિંહનાઓને મળેલ ચોકકસ હકીકત આધારે બોખીરા તુંબડા હનુમાન મંદિર પાસે જાહેરમાંથી ગંજી પતાના પાના પૈસા વડે રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમતા હોય તેવી હકીકત આધારે રેઇડ કરીને જીતેન્‍દ્ર ઉર્ફે જીતુ દેવજીભાઇ પાંજરી (ઉ.વ.૪પ), ભરતભાઇ રામભાઇ ભુતીયા ઉ.વ. ૩પ તથા જેસાભાઇ કારાભાઇ રાણાવાયા ઉ.વ. પ૪ રહે. ત્રણેય બોખીરાવાળાને રરરર૦ રોકડ પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

ઉદ્યોગનગર પો. સ્‍ટે.ના પો. સબ ઇન્‍સ. કે. એન. ઠાકરીયા તથા પો. હેડ કોન્‍સ. એમ. કે. માવદિયા તથા પો. કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ દિલુભા ગોહિલ, યુવરાજસિંહ ધર્મેન્‍દ્રસિંહ જેઠવા, હિમાન્‍શુ ગોપાલભાઇ ચાવડા વિગેરે જુગાર રમતા ૩ શખ્‍સોને પકડી પાડયાં હતાં.

(1:21 pm IST)