News of Monday, 6th February 2023
પતિએ ફળીયુ વાળવાનું કહેતાં પત્નિનો ઝેરી દવા પી આપઘાત
પડધરીના થોરીયાળી ગામનો બનાવઃ મુળ એમપીની પરિણીતાએ રાજકોટમાં દમ તોડયો
રાજકોટ તા. ૬: પડધરીના થોરીયાળી ગામે વાડીમાં રહી મજૂરી કરતાં મુળ એમપીની પરિણીતાને પતિએ ફળીયુ વાળવા બાબતે ઠપકો આપતાં માઠુ લાગી જતાં ઝેર પી આપઘાત કરી લીધો હતો.
થોરીયાળીમાં ગોપાભાઇ પટેલની વાડીમાં રહેતી સુમીબેન રાહુલ મેડા (ઉ.વ.૩૫)એ ગઇકાલે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનું મોત નિપજતાં પડધરી પોલીસને જાણ કરાઇ હતી. આપઘાત કરનારના લગ્ન બાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પતિ રાહુલના કહેવા મુજબ ફળીયામાં કચરો ખુબ પડયો હોઇ તે વાળી નાંખવા બાબતે પત્નિને પોતે ઠપકો આપી વાડીમાં આટો મારવા ગયો હતો અને પરત આવ્યો ત્યારે તેણીએ દવા પી લીધી હતી. બનાવથી ચાર સંતાન મા વિહોણા થઇ ગયા હતાં.
(12:16 pm IST)