સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th February 2023

શાપર વેરાવળના હિરેન લોઢિયાનું સન્‍માન

  શાપર વેરાવળ  : રાજકોટ જિલ્લા કક્ષાના ૭૪માં પ્રજાસતાક પર્વમાં હિરેન એમ. લોઢિયાનું આરોગ્‍ય શાખામાં  સારી, ઉત્‍કળષ્ઠ અને નીતિમત્તાથી તેમજ સરકાર દ્વારા ચલાવામાં આવતા અલગ અલગ સરકારી પ્રોગ્રામ માં આપે અંગત રસ લઈ ૨૦૦% કામગીરી પુરી કરેલ છે. જે  ખરા અર્થ માં સરાહનીય છે આ બદલ ૭૪માં ગણતંત્ર દિવસની ઉજવણીના શુભ અવસરે જિલ્લા વહીવટી તંત્ર આપને શુભેચ્‍છા પાઠવે છે  અને શંકરભાઈ ચૌધરી (ગુજરાત વિધાનસભા અધ્‍યક્ષ, ધારાસભ્‍ય થરાદ) તેમજ ડો.મહેન્‍દ્ર પાડલિયા (ધારાસભ્‍ય ધોરાજી) અરુણ મહેશ બાબુ કલેકટર,રાજકોટ ,ડો.દેવ ચૌધરી ડી.ડી.ઓ., જશપાલ રાઠોડ એસ.પી..રાજકોટની વિશેષ ઉપસ્‍થિતિમાં હિરેન મનસુખભાઇ લોઢિયાનું સન્‍માન  શંકરભાઇ ચૌધરી (વિધાનસભા અધ્‍યક્ષ-ધારાસભ્‍ય)ના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.(તસ્‍વીર-અહેવાલ : કમલેશ વસાણી શાપર વેરાવળ)

(10:59 am IST)