સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th February 2021

સાવરકુંડલાની ગાધકડા જીલ્લા પંચાયત બેઠક ઉપર યુવા કોંગ્રેસ અગ્રણી અજયભાઇ ખુમાણની દાવેદારી

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૬: ચાલુ માસના અંતમાં યોજાઇ રહેલી સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં સાવરકુંડલા તાલુકામાં આવેલી જીલ્લા પંચાયતની ગાધકડા સીટ ઉપર યુવા કોંગ્રેસ અગ્રણીશ્રી અજયભાઇ ખુમાણે દાવેદારી નોંધાવી છે.

અજયભાઇ ખુમાણ સતત દસ વર્ષ સુધી જાબાળ ગામના સરપંચ તરીકે સફળ કામગીરી કરી ચુકયા છે. જયારે તેના પિતાશ્રી બબલાભાઇ ખુમાણ સાવરકુંડલા તાલુકા પંચાયતમાં સતત બે ટર્મે સુધી પ્રમુખ તરીકે અને એક ટર્મ ઉપપ્રમુખ તરીકે સફળ કામગીરી કરી હોય સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અજયભાઇ ખુમાણ સતત લોકસંપર્ક થકી સારૂ પ્રભુત્વ ધરાવે છે.

ત્યારે અજયભાઇ ખુમાણની ગાધકડા સીટ ઉપરથી જીલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષ દ્વારા પસંદગી કરવામાં આવશે તેવું ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં ચર્ચાઇ રહયું છે.

(1:03 pm IST)