સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th February 2021

નવાગઢ રેલવે સ્‍ટેશન પાસે પ્રૌઢને બેભાન કરી અજાણ્‍યા શખ્‍સે ગુપ્‍તાંગમાં રીંગ પહેરાવી દીધી

પ્રૌઢ કારખાને જતા હતા ત્‍યારે સાધુ જેવા દેખાતા શખ્‍સે પાછળથી આવી ઝઘડો કરી બેભાન કર્યાઃ પ્રૌઢને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૬: જેતપુરના નવાગઢ રેલવે સ્‍ટેશન પાસે પ્રૌઢને રોકીને સાધુ જેવા દેખાતા શખ્‍સે બેભાન કરી પ્રૌઢના ગુપ્‍તાંગમાં લોખંડની રીંગ પહેરાવી દેતા પ્રૌઢને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.

મળતી વિગત મુજબ જેતપુરના દેરડી રોડ પર રહેતા પપ વર્ષિય પ્રૌઢ નવાગઢ રેલવે સ્‍ટેશન નજીક એક કારખાનામાં ચોકીદાર તરીકે નોકરી કરતા હોઇ બે દિવસ પહેલા સવારે પ્રૌઢ કારખાને જતા હતા ત્‍યારે નવાગઢ રેલવે સ્‍ટેશન પાસે એક સાધુ જેવા દેખાતા શખ્‍સે પાછળથી આવીને પ્રૌઢને રોકી તેની સાથે ઝઘડો કરી બેભાન કરી તેના ગુપ્‍તાંગમાં લોખંડની રીંગ પહેરાવી ભાગી ગયો હતો. થોડીવાર બાદ પ્રૌઢ ભાનમાં આવતા પોતે સારવાર માટે જૂનાગઢ હોસ્‍પિટલમાં પહોંચી તેના પુત્રને જાણ કરી હતી બાદ ત્‍યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા આ બનાવ અંગે હોસ્‍પિટલ પોલીસ ચોકીના ઇન્‍ચાર્જે જેતપુર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)