સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th February 2019

ગારીયાધારના સુખનાથ પ્લોટની ગટર કામનું ભુત ફરી ધુણ્યું

પોલીસ બોલાવીને ખુલ્લી ગટરનું કામ શરૂ કરાયું

ગારીયાધાર તા ૬ : ગારીયાધાર ન.પા. દ્વારા છેલ્લા ૧ વર્ષથી સુખનાથ પ્લોટની ખુલ્લી ગટરનું  કામ આદરવામાં આવ્યું હતું, પરંતુ રહિશો દ્વારા પાણી નિકાલના પ્રશ્નને લઇ  કામ અટકાવાયું હતું, જ ેઆજ ેફરી પોલીસ  બંદોબસ્ત સાથ ે શરૂ કરી દેવાયું હતું.

ગારીયાધાર  ન.પા. દ્વારા સુખનાથ પ્લોટ વિસ્તારમા ંખુલ્લી ગટરનું કામ આદરવામાં  આવ્યું છે, જે કામનો  શરૂઆતથી જ વિરોધ થવા પામ્યો હતો. આ ગટરમાં વર્ષોથી  દેપલા પરા, રૂપાવટી રોડ, બાયપાસ રોડ, વગેરે વરસાદી  પાણીનું વેણ હોવાથી  રહિશો દ્વારા આ ખુલ્લી ગટરના કામથી આગળ  પાણીનુ  વેણ સાંકડુ રહેવાથી ચોમાસા  દરમિયાન પાણીના નિકાલનો મોટો  પ્રશ્ન ઉભો થવાની સંભાવનાના કારણે કામ અટકાવાયું હતું. આજે ફરી કામ શરૂ કરાતા લોકો દ્વારા વિરોધ કરાયો હતો, તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત બોલાવી દેવાતા રહીશોનું કંઇ ચાલ્યું ન હતું.

જયારે આ સમગ્ર કામગીરી બાબતે રહિશો  દ્વારા  ન.પા. ચિફ ઓફીસરને શોધયા હતા, પરંતુ ન.પા. ચિફ ઓફીસર ન.પા. છોડીને પોલીસ મથકે પહોંચી ગયા હતા.વળી આ કામના કારણે આગામી ચોમાસામાં પાણી  નિકાલનો પ્રશ્ન વિકટ બનશે તેવું રહિશો દ્વારા જણાવાયું હતું. (૩.૪)

 

(11:27 am IST)