News of Tuesday, 6th February 2018
અમરેલીમાં જોરદાર વરસાદી ઝાપટુઃ રસ્તા ભીના થઇ ગયા
અમરેલી, તા., ૬ : ગઇકાલ સવારથી રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાંયુ વાતાવરણ રહયા બાદ છુટા છવાયા વરસાદી ઝાંપટા પડયા હતા.
આજે સવારથી જ વાદળીયું વાતાવરણ છવાયેલું રહયું છે. આવા વાતાવરણ વચ્ચે આ લખાય છે ત્યારે બપોરે ૩.૩૦ વાગ્યા આસપાસ અમરેલીમાં જોરદાર વરસાદી ઝાપટુ વરસી ગયું છે. આ વરસાદથી રસ્તા ભીના થઇ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. (૪.૧૭)
(3:35 pm IST)