સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th February 2018

પ્રભાસની ભૂમિપર થશે ચૌરાશી બેઠકના દર્શન માત્ર એક જ સ્થાન પર...

ભારતીનું સન્માનઃ વેરાવળ ભાલકાના નીરાલી ખોડીયાર માંની જગ્યાખાતે આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પીયન શીપ ૨૦૧૮માં પ્રથમ ક્રમાકે આવેલી લાટી ગામની યુવતિ ભારતીનું સન્માન કરાયેલ હતુ. (તસ્વીરઃ દીપક કકકડ)

વેરાવળ તા.૫: સોમનાથ ટ્રસ્ટના સહયોગથી નવદીપ પ્રતિષ્ઠાન અમદાવાદ તરફથી પુષ્ટિમાર્ગમાંજે દિવાદાંડી સમાન છે તેવા શ્રેષ્ઠવકતા વલ્લભકુળના શીરોમણી ગો.પ.પૂજય ૧૦૮ શ્રી યદુનાથજી (કડીવાળા) 'વલ્લભસાખી'નું રસપાન કરાવશે. વલ્લભસાખી શિબિરનો પ્રારંભ તા.૬-૨-૨૦૧૮ના થશે તેમજ પૂર્ણાહુતિ તા.૧૦-૨-૨૦૧૮ના રોજ થશે. શિબિર સોમનાથ મંદિર પાસે 'સાગરદર્શન'અતિથિગૃહ સોમનાથ ખાતે યોજાશે.

તા.૬-સાંજે ૫ થી ૮, તા.૭- બપોરે ૧૧ થી ૧-૩૦, તથા સાંજે ૫ થી ૮, તા.૮- સવારે ૧૦ થી ૧, તથા સાંજે ૪ થી ૭, તા.૯- સવારે ૧૦-૩૦ થી ૧, તથા સાંજે ૪ થી ૭, તા.૧૦-સવારે ૯ થી ૧૨.

વલ્લભસાખી શ્રી હરિરાયજી મહાપ્રભુએ જીવ માત્ર ઉપર કરૂણા કરીને ૧૦૦ સાખીઓ લખી છે. જે કબીરજીના દોહાની જેમ બધાજ ખૂબજ સરળતાથી ગાઇ શકે છે. આ સાખીના માધ્યમથી શ્રી હરિરાયજી આપણને ગરૂ-હરિ આસકિત દેહની નશ્વરતા, જીવનની સાફલ્યતા અને જીવ માત્રનું પરમ લક્ષ્ય શું જેવા ગહન વિષયો સરળ રીતે સમજાવી દે છે.  આ સાખીઓમાં એવીતો સંમોહિની છે કે આ સાખીઓનું ગાન કરતા-કરતા ભાવમગ્ન બની જવાય છે, અને હૃદય પ્રભુમાટેના પ્રેમથી ભરાવા લાગે છે.

સાથે જ આપણા ભારતમાં આવેલા મહાપ્રભુજીની (૮૪) બેઠકોના દર્શનનો દિવ્યલાભ એકજ સ્થાનેથી મળશે. બેઠકજજી સાથે શ્રી ગિરિરાજજીના દર્શનનો પણ લાભ ભકતોને મળશે. બેઠકજી સાથે શ્રી ગિરિરાજજીના દર્શનનો પણ લાભ ભકતોને મળશે. બેઠકજીના દર્શન તા.૬ બપોરે ૩ થી સાંજે ૭ સુધી. તેમજ તા.૭ થી ૯ સવારે ૧૦ થી સાંજે ૭ સુધી થશે જેમાં સૌ ભકતોને જોડાવવા નિમંત્રણ છે.

વલ્લભસાખી શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક વૈષ્ણવો તથા ભકતજનોએ વહેલી તકે ધ્રુવ જોષી-પી.આર.ઓ શ્રી સોમનાથ ટ્રસ્ટ મો.૯૪૨૬૨ ૮૭૬૩૮ પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ઉપરોકત કાર્યક્રમમાં આવવા-જતા સર્વે ભકતોએ ભીડીયા સર્કલથી થઇ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન રસ્તાનો ઉપયોગ કરવો.

(11:46 am IST)