સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th February 2018

ભાવનગરમાં શિશુવિહારનું સન્માન

 ભાવનગરઃ માર્ગ સલામતી વિષયે બાળ વયથી જાગૃતિ લાવવાના શિશુવિહારના પ્રયત્નોનું સન્માન કરવામાં આવ્યું. ભાવનગર મોટર સંઘના સ્થાપક ઇન્દુભાઇ ચાતુર્વેદીની સ્મૃતિમાં શિશુવિહાર સંસ્થામાં તૈયાર થયેલ ટ્રાફિક પાર્કમાં વર્ષ ર૦૧૭માં ૧૯૦ શાળાના ૯૩ર૯ બાળકોએ ટ્રાફિક પાર્કમાં આવી માર્ગ સલામતી વિષયે પ્રત્યક્ષ જાણકારી મેળવેલ છે. બાળ વયથી વિદ્યાર્થીઓમાં સલામત વાહન ચલાવવા અંગે જાગૃત્તિ આવે તે માટે સંસ્થા દ્વારા રોડ સેફટી વિષયે ચિત્ર સ્પર્ધા યોજીને કેલેન્ડર તૈયાર કરવામાં આવેલ. તેમજ વર્ષ ર૦૧૭માં મકરસંક્રાંતિ પર્વ આસપાસ કાચદોરીથી થતાં અકસ્માતનો નિવારણ માટે ૮૦૦૦ નેક બેલ્ટનું વિતરણ કરવામાં આવેલ. જિલ્લા ટ્રાફિક પોલિસ વિભાગનાં અધિકારી શ્રી અંકિતભાઇ પટેલની ઉપસ્થિતિમાં સિદ્ધિ વિદ્યાપીઠ સંકુલમાં યોજાયેલ કાર્યક્રમમાં શિશુવિહારનું સન્માન કરવામાં આવ્યું હતું તે તસ્વીર.

(11:42 am IST)