સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th February 2018

સૌરાષ્ટ્રના ૮ જીલ્લાની ૩૧૬ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ

રાજકોટ તા. ૬ : રવિવારે સૌરાષ્ટ્ર કચ્છની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાયા બાદ આજે મતગણતરી  હાથ ધરવામાં આવી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં ૩૧૩ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગઇકાલે મતદાન યોજાયા બાદ હવે આજે મત ગણના યોજવામાં આવતા પરિણોમાં જાહેર થઇ રહ્યા છે

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાં તેમાં મોટા ભાગની સમરસ થઇ છે પણ જયાં ચૂંટણી યોજાઇ હતી ત્યાં મતદાનની ટકાવારી ઉંચી રહીછે ત્યારે પરિણામો પણ આશ્ચર્યકારક આવી શકે છે.

જયાં સરખા મતો હશે ત્યાં પછી ચિઠ્ઠી નાખીને વિજેતાની પસંદગી કરવામાં આવશે.

(11:08 am IST)