સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th January 2021

હળવદના ત્રણ રસ્તા નજીક આઇસર ગાડી અને બોલેરો વચ્ચે અકસ્માત નર્મદા વિભાગના અધિકારી સહિત ડ્રાઇવરને ઇજા થતાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : હળવદ માળીયા કચ્છ હાઇવે પર અવાર નવાર અકસ્માત થવાના બનાવો બને છે ત્યારે આજે  હળવદ હાઈવે રોડ ત્રણ રસ્તા નજીક  ભચાઉ થી ગાંધીનગર જતા નર્મદા વિભાગના અધિકારી રાજુભાઈ વ્યાસ અને ડ્રાઇવર રાપરના પ્રભુભાઈ વેલાભાઈ  બોલેરો  લઇને પસાર થતા હતા ત્યારે રોડ ઉપર  ત્યારે  આઇસર  ચાલક એ  બોલેરો સાથે અથડાતા  અધિકારી અને ડ્રાઈવરને  ગંભીર ઈજા પહોંચી   હતી  બોલેરો ને  મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું  બનાવની જાણ ૧૦૮ને હતા ઈજાગ્રસ્તને હળવદ ની સરકારી હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવી  ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતાત્યારબાદ બનાવની જાણ પોલીસને થતાં સમાચાર ભરતભાઈઆલ ને થતા  ઘટના સ્થળે દોડી ની આઇસર ચાલક સામે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી

(7:55 pm IST)