સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th January 2021

યાત્રાધામ ભગુડા મોગલધામ ખાતે ભાવનગરના એસીપી સફીન હસન

ભાવનગર, તા.૬: મહુવા તાલુકાના પ્રસિધ્ધ યાત્રાધામ ભગુડા મોગલધામ ખાતે ભાવનગર ના એસીપી સફીન હસન સાજે આરતી ઉતારી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી પ્રથમ વાર યુવા અને ઝાંબાજ મોગલધામ મંદીરે દર્શન કરવા પધાર્યા હતા સાથે બગદાણા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ મકવાણા અને સ્ટાફ એસપી ભગુડા સાથે રહી ધન્યતા અનુભવી હતી મંદિર ના ટ્રસ્ટી માયાભાઈ અને ટ્રસ્ટી દ્વારા શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

એસીપીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર મા અનેક પ્રસિદ્ઘ યાત્રાધામ આવેલ છે દર્શન કરવા ની ઇચ્છા વ્યકત કરી હતી ભાવનગર આવ્યા ત્યારથી મોગલધામ માં દર્શન કરવાની ઇચ્છા પુરી થઇ મંદિરની સુંદર વ્યવસ્થા નિહાળી ટ્રસ્ટી ગણ ને અભિનંદન પાઠવ્યા હતા મંદિર મા ચા પાણીની પ્રસાદી નો લાભ લીધો હતો અને બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ મકવાણા અને સ્ટાફની પણ સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે મોંગલ માતાજીના મંદિરમા ખુબ આસ્થા ધરાવે છે સાંજની આરતી ઉતારી લાભ લેતા યાત્રાળુઓમાં ઉત્સાહ બેવડાયો હતો.

(11:49 am IST)