સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th January 2021

ગોંડલ સબજેલમાં કેદી બન્યો શિક્ષક

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા )ગોંડલ તા.૬ :  જેલરની મિલીભગત થી બાહુબલી કેદીઓ ને સવલતો સાથે જલ્સાઘર બની બદનામ બનેલી ગોંડલની સબજેલમાં નવાં જેલર દ્વારા સાફસુફી કરી કડક નિયમો સાથે હવે શિક્ષણનો એકડો ઘુટવાં અભિયાન શરું કરાતાં નિરક્ષર કેદીઓ ભણતાં થયાં છે.અને શિક્ષક ની ભુમીકા એક કેદી નિભાવી રહયાં છે.

યુવા અગ્રણી જયોતિરાદિત્યસિંહ (ગણેશભાઇ) જાડેજા એ સબજેલ ની મુલાકાત લઇ બંધીયાર દિવાલો વચ્ચે જીવતાં કેદીઓને જ્ઞાન અને શિક્ષણ નો સમન્વય મળી રહે તેવી લાગણી જેલર એલ.એમ.ગમારા સામે વ્યકત કરતાં બદનામી બાદ સબજેલ ને નવી દિશા માં લઇ જવાં પ્રયત્નશીલ જેલરે ઉત્સાહ દાખવતાં અભણ એવાં સોળ કેદીઓ ભણતાં થયાં છે.જયોતિરાદિત્યસિંહે પાટી પેન ઉપરાંત પાઠ્યપુસ્તકો ની વ્યવસ્થા કરી વધુમાં ધોરણ દશ અને બાર ની પરીક્ષા આપવાં ઉત્સુક કેટલાક કેદીઓને પ્રોત્સાહીત કરી તેમનાં માટે પુસ્તકો ની વ્યવસ્થા કરી આપતાં બે થી ત્રણ કેદીઓ આગામી બોર્ડની પરીક્ષા આપશે.જયારે દિવ્યરાજસિંહ જાડેજા નામનાં કેદી ગ્રેજયુએટ હોય નિરક્ષર કેદીઓ ને ભણાવવાં ની જવાબદારી સ્વીકારી શિક્ષક ની કામગીરી બજાવશે.ઉપરાંત બોડઁ ની પરીક્ષા માટે તૈયારી કરાવશે.જેલર ગમારા દ્વારા જેલ સુધારા અંગે સદ્યન પ્રયાસો હાથ ધરાયાં છે.

(11:47 am IST)