સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th January 2021

ચડત મકાન ભાડુ માંગતા ન ગમ્યું: મિતાણામાં રફિક ઠેબા પર અકબર, રઝાક, સુમારનો હુમલો

રાજકોટ તા. ૬: મિંતાણામાં રહેતાં અને મિંતાણા હાઇવે પર ચામુંડા હોટેલ પાસે ખાણીપીણીની લારી રાખી ધંધો કરતાં રફિક અબ્દુલભાઇ ઠેબા (ઉ.વ.૩૨)ને તે રાતે બારેક વાગ્યે પોતાના ધંધાના સ્થળે હતો ત્યારે તેના જ મકાનના ભાડૂઆત અકબરે પોતાની સાથે રઝાક, સુમાર અને બીજા બે શખ્સો સાથે આવી ઝઘડો કરી છરી, ધોકા, પાઇપથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે આ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી. રફિકના ભાઇ લતીફના કહેવા મુજબ અકબરે બે ત્રણ મહિનાનું મકાન ભાડુ અને લાઇટ બીલ આપ્યું ન હોઇ તેનો લાઇટનો છેડો કાપી નખાતા તેણે ડાયરેકટ પાવર લઇ લીધો હતો. હવે તેને ભાડુ ન ભરવું હોય તો મકાન ખાલી કરી દેવાનું મારા ભાઇ રફિકે કહ્યું હોઇ તે ન ગમતાં ખાર રાખી ધંધાના સ્થળે આવી હુમલો કર્યો હતો. ટંકારા પોલીસ વધુ તપાસ કરે છે.

(11:46 am IST)