સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th January 2021

પાંચ જગ્યાએ મોકડ્રીલ યોજાયું

દ્વારકા જિલ્લો રસીકરણ માટે તૈયાર છે !!

ખંભાળીયા તા. ૬: કોરોનાની રસી શોધાઇ ગઇ હોય તેને દવાની કામગીરી થનાર હોય તથા ઇમરજન્સીમાં તેનો ઉપયોગ કરવાની તૈયારી પણ શરૂ કરાઇ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના રસીકરણના સંદર્ભમાં ગઇકાલે પાંચ સ્થળે મોકડ્રીલ યોજાઇ હતી.

ખંભાળિયા તાલુકાના સલાયા, કેશોદ તથા ખંભાળિયા શહેર, બ્લોક ઓફિસ તથા સરકારી હોસ્પિટલ એમ પાંચ જગ્યાએ આ મોકડ્રીલ કરવામાં આવી હતી.

રસીકરણની પ્રક્રિયામાં રજિસ્ટર થયેલા લાભાર્થીઓને એસ.એમ.એલ. મોકલવાથી માંડીને તેમણે કયાં જવું કયાં સ્થળે કોની પાસે જવું તથા સિલેકટ કેમ કરવું વિ. પ્રક્રિયાની મોક ડ્રીલ યોજાઇ હતી.

રસીકરણના મોકડ્રીલ પહેલા તેમાં ભાગ લેનારા કર્મચારીઓને ચાર દિવસની તાલીમ પણ આપવામાં આવી હતી તથા રસીકરણ ખંડ પણ બનાવાયો હતો.

દ્વારકા જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ તથા તેમની ટીમે કામગીરી કરી હતી.

(11:45 am IST)