સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th January 2021

જેતપુર : જીલ્લા યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે બાઇક રેલીઃ પતંગ-દોરા ચીકીનું વિતરણ કરાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૬ : રાજકોટ જીલ્લા યુવા ભાજપની જીલ્લા બેઠક અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટના અઅધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવેલ. આ પ્રસંગે ગોંડલ શહેર-તાલુકા યુવા ભાજપ દ્વારા મહારકતદાન કેમ્પ યોજવામાં આવેલ જેના દ્વારા રેકોર્ડ બ્રેક પર૯ બોટલ રકતદાતાઓના સહયોગથી એકત્રીત કરવામાં આવેલ જેના દ્વારા યુવા મોર્ચામાંથી ભાજપ,માં જવાબદારી મેળવેલ અમીરભાઇ કોટડીયા, યોગેશભાઇ કિયાડા, ધર્મન્દ્રસિંહ જાડેજા,નું સન્માન કરવામાં આવેલ. બેઠકમાં જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, ચેતનભાઇ રામાણી, નરેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી આગામી યોજના ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપેલ અમે તા.૧ર જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિતે દરેક મંડળમાં વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાજલી અર્પણ કરી ૧૦૦ યુવાનોની બાઇક રેલી તેમજ ૧૪ જાન્યુઆરી  મકરસંક્રાંતિ નિમિતે એવા વસ્તીમાં જઇ બાળકોને પતંગ-દોરા અને ચીકીનું વિતરણ કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ બેઠકમાં જીલ્લા યુવા ભાજપના હોદેદારો તેમજ મંડળના પ્રમુખ મહામંત્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(11:45 am IST)