સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th January 2021

નેહરૂ યુવા કેન્દ્ર જામનગરની જિલ્લા સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ

જામનગર : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત ચાલતા નેહરુ યુવા કેન્દ્ર જામનગરની જિલ્લા યુવા કાર્યક્રમો માટેની સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક કલેકટર રવિશંકરની અધ્યક્ષતામાં યોજાઇ હતી.  બેઠકમાં કલેકટરશ્રી દ્વારા જીલ્લામાં 'જળ જાગરણ જાગૃતતા અભિયાન'નાં શુભારંભ સાથે પોસ્ટરનું અનાવરણ કરવામાં આવેલ તથા જીલ્લામાં જળ જાગરણ અભિયાન જાગરૂકતા કાર્યક્રમો કરવા સૂચિત કરી જલ શપથ લેવડાવવામાં આવી હતી. આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, જીલ્લા નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા તથા વિવિધ કચેરીઓના વડા અધિકારીઓ, યુવા મંડળોના પ્રમુખ તથા યુવા સાથી જોડાયા હતા.(તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(11:43 am IST)