સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th January 2021

જામનગર જિલ્લામાં કોવિડ વેકિસનેશન માટેની ડ્રાય રન યોજાઇ

કલેકટર, કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીએ સ્થળો પર ડ્રાય રનનું નિરીક્ષણ કર્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૬ : જામનગર ખાતે આગામી દિવસોમાં કોવિડ વેકિસનેશનની કામગીરી સુચારૂ રીતે થાય તે માટે ડ્રાય રન યોજાઇ હતી. જામનગર જિલ્લામાં કોવિડ વેકસિનેશન માટે સર્વે, સ્ટોરેજ, કોલ્ડ ચેઇનની વ્યવસ્થાઓ સાથે સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે, ત્યારે આગામી દિવસોમાં વેકિસનેશનની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે સુવ્યવસ્થિત રીતે પાર પડે તે માટે વેકસીનેશનની ડ્રાય રન જિલ્લામાં લાખાબાવળ, ફલ્લા, જાંબુડા, સિક્કા અને વિજરખી તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ,  જી.જી. હોસ્પિટલ, કૃષ્ણનગર લાલ સ્કુલ શાળા નંબર ૬૦, ખોજાગેટ સ્કૂલ શાળા નંબર ૨૬ અને નીલકંઠનગર યુ.એચ.સી ખાતે યોજાઇ હતી.

કલેકટર રવિશંકર, કમિશનર સતીષ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ દ્વારા સ્થળ પર જઈને ડ્રાય રનનું સંપૂર્ણ અવલોકન કરવામાં આવ્યું હતું. આ ડ્રાય રન દરમિયાન સ્ટાફની પ્રતિબદ્ઘતા, વેકસીનેશનની સંપુર્ણકામગીરી,તત્કાળ નિર્ણયશકિત દરેક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ આગામી દિવસોમાં યોજાનાર વેકસીનેશન દરમિયાન લોકોને મૂંઝવતા પ્રશ્ન વિશે પણ સ્થળ પરનાં ડોકટર, અન્ય કર્મીઓ દ્વારા પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવ્યા હતા.

(11:40 am IST)