સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th January 2021

મોરબીની વાવડી ચોકડી નજીકથી ખીચોખીચ ગૌવંશ ભરેલ ટ્રક ગૌરક્ષકોની ટીમે ઝડપી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૬ : વાવડી ચોકડી પાસેથી ૧૪ વાછરડા કૃરતાપૂર્વક ખચોખચ ભરેલ ટ્રકને ગૌરક્ષકોનીએ ટીમેં ઝડપી લીધી છે.

મોરબી વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક દળ, મહાકાલ ગ્રુપના ગૌરક્ષકો વાવડી ચોકડી નજીક વોચ ગોઠવી હતી જેમાં ગૌવંશ નંગ ૧૪ વાછરડા ક્રુરતાપૂર્વક ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના રાખીને લઇ જતા હોય જે ટ્રક ઝડપી લેવામાં ગૌરક્ષકોની ટીમને સફળતા મળી હતી જે સેવાકાર્યમાં વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કે બી બોરીચા, શહેર મંત્રી કમલ દવે, જીતુભાઈ ચાવડા, બજરંગદળ પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, બજરંગદળ જીલ્લા પ્રમુખ વિક્રમભાઈ સેઠ, ગૌરક્ષક કૃષ્પ રાઠોડ, વૈભવ પટેલ, પાર્થ નેસડીયા, ઈશ્વરભાઈ સતવારા, મનીષભાઈ સતવારા સહિતના ગૌરક્ષકોએ મળીને ગૌવંશ ભરેલી ગાડી ઝડપી લીધી હતી.

(11:39 am IST)