મોરબી જીલ્લામાં કોરોના રસી આપવા પેટ્રોલ પંપ ઉપર વેકસીન બુથ શરૂ કરવા રજૂઆત
મોરબી તા.૬ : મોરબી ડીસ્ટ્રીકટ પેટ્રોલીયમ ડીલર્સ એસોના પ્રમુખ હર્ષદભાઈ કડીવાર, જનરલ સેક્રેટરી અનિલભાઈ બુદ્ઘદેવના માર્ગદર્શન હેઠળ સંસ્થાએ ડીડીઓને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે નજીકના સમયમાં કોરોના રસી આપવા બાબતે રાજય સરકાર તથા તંત્ર દ્વારા ટાસ્ક ફોર્સની નિમણુક થયેલ હોય અને સ્વૈચ્છિક સંસ્થાઓ તેમ જોડાઈ સકે તેમ હોવાનું જાણવા મળ્યું છે જેથી મોરબી જીલ્લાના તમામ પેટ્રોલ પંપ પરથી કોરોના રસી લોકોને આપવા માટેના વેકસીન બુથ ઉભા કરવા તમામ ઇન્ફ્રાસ્ટ્રકચર જેમાં ટેબલ ખુરશીઓ, કિઓસ્ક ઉપલબ્ધ કરાવી આપવા પેટ્રોલીયમ ડીલર્સ એસો તૈયાર છે અને જીલ્લાના તમામ પેટ્રોલ પંપ પર વેકસીન બુથ કાર્યરત કરવા સ્વૈચ્છિક રીતે જોડાવવા તૈયારી દર્શાવી છે
કોરોના સામેની લડાઈમાં પેટ્રોલ પંપ ડીલરો અને સ્ટાફ દ્વારા કોરોના વોરીયર્સ તરીકે અગ્રેસર રહી જવાબદારી નિભાવી હતી ત્યારે જીલ્લાના તમામ પેટ્રોલ પંપ ડીલર, સ્ટાફ મેમ્બરોને ફ્રન્ટ વોરીયર્સ તરીકે સમાવેશ કરીને વેકસીનેશન ડોઝ આપવામાં અગ્રતા આપવામાં વેકસીન બુથ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.