સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 5th December 2022

નલીયા ૯.૮, ગિરનાર ૧૧.૬ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ યથાવતઃ રાત્રે-સવારે ઠંડક

રાજકોટ તા. પ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડકનો અહેસાસ થાય છે. જયારે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે. અને બપોરના સમયે ઉનાળા જેવું હવામાન છવાઇ જાય છે. અને ગરમીની અસર વર્તાઇ છે. રાજયમાં ડીસેમ્‍બરમાં શિયાળો જમાવટ કરી રહ્યો છે. હવે ધીરે ધીરે ફુલ ગુલાબીનું ઠંડીનું સ્‍થાન હાડ ધ્રૂજાવતી ઠંડી લઇ રહી છે. ત્‍યારે બે દિવસથી ઠંડીની સાથે વાદળછાયા વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે. દિવસ દરમિયાન પણ હુંફાળુ વાતાવરણ અનુભવાય છે. ત્‍યારે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પણ દિવસ અને રાત્રીનું તાપમાન નીચુ જઇ રહ્યું છે.

ગુજરાતના કેટલાક જિલ્લામાં તો રાત્રીનું તાપમાન ૧૩ ડિગ્રી જેટલું નીચુ જઇ રહ્યું છે હવે દિવસ દરમિયાન પણ ઉનના વષાો પહેરવાની જરૂરિયાત અનુભવાઇ રહી છે.

જુનાગઢ

જુનાગઢ : સોરઠમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. ત્‍યારે ગિરનાર પર ૧૧.૬ ડિગ્રી તાપમાન રહ્યું છે.

આજે નવા વીકના પ્રથમ દિવસે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૬.૬ ડિગ્રી રહેતા ઠંડીમાં રાહત અનુભવાઇ હતી.

ગિરનાર પર્વતપર ૧૧.૬ ડિગ્રી ગુલાબી ઠંડી રહી હતી. આજે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ૩૩ ટકા થયું હતું. પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૪ કિ.મી.ની રહી હતી.

દરમ્‍યાન આગામી તા.૧૧/૧ર અને ડિસેમ્‍બરે માવઠાની શકયતા વ્‍યકત કરવામાં આવી છે.(૬.૧૧)

કયાં કેટલી ઠંડી

શહેર        લઘુતમ    તાપમાન

ગિરનાર     ૧૧.૬  ડિગ્રી

અમદાવાદ  ૧પ.૬  ડિગ્રી

બરોડા      ૧૮.૪  ડિગ્રી

ભાવનગર   ૧૮.ર  ડિગ્રી

ભુજ         ૧૩.૮  ડિગ્રી

દાદરા      ર૦.૦  ડિગ્રી

અને નગર હવેલી

દમણ       ર૧.૮  ડિગ્રી

ડીસા        ૧૩.૮  ડિગ્રી

દીવ        ૧૯.૪  ડિગ્રી

દ્વારકા       ૧૭.૬  ડિગ્રી

ગાંધીનગર  ૧૪.ર  ડિગ્રી

કંડલા       ૧પ.૦  ડિગ્રી

નલિયા      ૯.૮    ડિગ્રી

ઓખા       ર૦.૭  ડિગ્રી

પાટણ       ૧૩.૮  ડિગ્રી

પોરબંદર   ૧૪.૮  ડિગ્રી

રાજકોટ     ૧૪.૦  ડિગ્રી

સાસણગીર  ૧૯.૭  ડિગ્રી

સિલ્‍વાસા    ર૦.૦  ડિગ્રી

સુરત       ર૦.૦  ડિગ્રી

વેરાવળ     ૧૯.૭  ડિગ્રી

જુનાગઢ     ૧૬.૬  ડિગ્રી

(4:37 pm IST)