સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 5th December 2022

મોરબીના રવાપર રોડ પર મહિલાનું અપહરણ કરી બે શખ્સોએ હવસનો શિકાર બનાવી

મોરબી શહેરમાં બે ખોફ થઈને બે શખ્સોએ મહિલાને ગાડીમાં અપહરણ કરીને ધારિયાની નોક પર દુષ્કર્મ આચર્યું હોવાની ધટના સામે આવી છે તો દુષ્કર્મ આચર્યા બાદ મહિલા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ધટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે તો બનાવ અંગે ભોગબનનાર મહિલાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

મોરબીના રવાપર ગામના તળાવ પાસે ગત તા. ૨ ના રાત્રીના ૨:૩૦ થી ૨:૪૫ વાગ્યા દરમિયાન મહિલા સફાઈ કામ કરતી હોય દરમિયાન આરોપી આશિષ અને પંકજ નામના હવસખોરો એ કબુતરી કલરની સ્વીફટ કારમાં આવીને મહિલાને ધારીયું દેખાડી કારમાં બેસી જવા માટે કહ્યું હતું સાહેદ દરમિયાન મયુરભાઈ આવી જતા બંને નાલાયક શખ્સોએ મયુરભાઈ પર ધારિયાનો ધા કરીને તેને ભગાડી દીઈને સ્વીફટ કારમાં મહિલાને બેસાડી અપહરણ કરી અવાવરું જગ્યાએ લઇ જઈ મહિલા અવાજ કરતા આરોપી આશિષ એ તેના હાથથી મહિલાના મોઢામાં હાથ નાખીને મોઢું બધ કરી દીધું હતું  અને બાદમાં બંને હવસખોરોએ હદ વટાવીને મહિલાની મરજી વિરુદ્ધમાં શારીરિક સંબધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ધરિયા વડે મહિલાને હાથમાં અને પગમાં ઈજા કરી તેમજ શરીરે મુંઢ માર મારી ઈજા કરી ગાળો આપી હતી અને આ વાત કોઈને કહીશ તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી

ધટના અંગે મોરબી એ ડીવીઝન પોલીસમાં ભોગબનનાર મહિલાએ ફરિયાદ નોંધવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે આઈપીસી ૩૭૮ (D), ૩૬૫,૩૨૩,૫૦૪,૫૦૬ (૨),૧૧૪, જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ધટના બનતા મોરબીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો તો રાત્રીના પોલીસ પેટ્રોલિંગના દાવા કરતી હોય છે પણ આવા બનાવો બનતા જ પોલીસના દાવા પોકળ સાબિત થાય છે અને લુખ્ખાઓને પોલીસનો ડરના હોય તેમ ગુન્હાઓને અંજામ આચરે છે શું પોલીસ પોતાનો ડર બતાવશે ?  

(12:26 pm IST)