સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 5th December 2021

ધોરાજી તાલુકાના હડમતીયા ગામે પ્રથમ ગ્રામ પંચાયત સમરસ જાહેર

સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વાર સરપંચથી લઈને તમામ મહિલા હોદ્દેદારોની વરણી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી :ધોરાજી તાલુકાનું હડમતીયા ગામ સમરસ જાહેર થયું છે એટલું જ નહીં પરંતુ સ્ત્રીને પુરુષ સમોવડી ગણવાના સુત્રને પણ સમગ્ર હડમતિયા ગામના ગ્રામજનોએ ચરિતાર્થ કરી બતાવ્યું છે. હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ છે ત્યારે ધોરાજી તાલુકાના હડમતીયા ગામે ગામના તમામ આગેવાનોનું અગ્રણીઓ અને યુવાનોએ સાથે મળી ગામમાં એકતા અને સુમેળ જળવાઈ રહે તે હેતુસર ઇલેક્શન ટાળી સિલેક્શન પર પસંદગી ઉતારી હતી અને ગ્રામ પંચાયતની ચૂંટણી માત્ર સમરસ જ નહી પરંતુ પંચાયતમાં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત સરપંચથી લઇ અને તમામ સભ્યોનું પદ અને કાર્યભાર મહિલાઓને સોંપવામાં આવ્યો હતો.
આ સમયે ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન રસિકભાઈ ચાવડા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઇ ચાવડા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ વિગેરે એ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત માત્ર મહિલા બોડી હતા અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી
વરણી પામેલા પંચાયતના હોદ્દેદારો ના નામ નીચે મુજબ છે.
સરપંચ . તેજલ બેન કલ્પેશ ભાઈ ચાવડા
ઉપસરપંચ.  કમળા બેન રમેશભાઈ ડાંગર
સદસ્ય. વિજયા બેન ભૂપત ભાઇ સિંહાર
સદસ્ય. ભારતી બેન ભાવેશ ભાઇ ચાવડા
સદસ્ય. શાંતા બેન પ્રવીણભાઈ મહેતા
સદસ્ય. હંસાબેન નિલેશ ભાઈ ચાવડા
સદસ્ય. કુંવરબેન રમેશભાઈ કાનગડ
સદસ્ય. જ્યોત્સના બેન રતિલાલ મકવાણા.
સદસ્ય. શોભના બેન નવનીત ભાઈ ચાવડા.

(5:30 pm IST)