સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

ગોંડલમાં મકાનમાં ઘુસી ગયેલ દીપડાને પાંજરે પુરવા રેસ્ક્યુ ઓપરેશન : ઇન્જેક્શન સાથે વન વિભાગની ટીમ દ્વારા સાવચેતીપૂર્વક કામગીરી

ગોંડલ : ગોંડલનાં ભગવતપરા શાળા નં:-૫ પાસે બંધ મકાનમાં દીપડો ધુસી ગયા બાદ આ દીપડાને પાંજરામાં પૂરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે બપોરના એકાદ વાગ્યાથી વનવિભાગ અને જુદી જુદી ટીમો આ દીપડાને પાંજરામાં કેદ કરવા માટે કામગીરી કરી રહી છે લોકો ઉપર હુમલો ન કરે અને સાવચેતીપૂર્વક દીપડો પાંજરામાં પૂરાઈ જાય તે માટે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આ માટે વન વિભાગની ટીમે દીપડાને બેભાન કરવા માટે ઇન્જેક્શન પણ તૈયાર કર્યું છે અને અન્ય ટીમોને બોલાવીને કામગીરી હાથ ધરાઇ છે. (તસવીર -અહેવાલ: ભાવેશ ભોજાણી- ગોંડલ)

(5:00 pm IST)