સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ

ગાંધીનગર-વલસાડ-૧૩, નલીયા-૧પ.૪, રાજકોટ-૧૬.પ ડીગ્રી

રાજકોટ, તા. પ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ યથાવત છે. આજે ગાંધીનગર-વલસાડ-૧૩ ડીગ્રી, નલીયા-૧પ.૪, રાજકોટમાં ૧૬.પ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે.

ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. અમદાવાદ સહિત ૧ર શહેરોનું તાપમાન ઘટયું છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ૪ દિવસમાં રાજયમાં ઠંડીમાં સખત વધારો થઇ શકે છે.

અહીં નોંધવું ઘટે કે, થોડા દિવસથી પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. જયારે હવે ફરીથી પવનની દિશા બદલાતા ઉત્તર પૂર્વીય ઠંડા પવનો શરૂ થઇ ગયા છે. અમદાવાદ સહિત શહેરોમાં સવારથી ઠંડા પવનો દિવસ દરમિયાન ચાલુ રહેતા ઠંડીનો ચમકારો વધ્યો છ અને તાપમાન ર થી ૩ ડીગ્રી ગગડીને ૧ર થી ૧૭ ડીગ્રી પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૪ દિવસમાં ઠંડીનો પારો વધુ ગગડવાની આગાહી કરી છે.

જુનાગઢ વિસ્તારમાં ઠારનું આક્રમણ

જુનાગઢ : જુનાગઢ વિસ્તારમાં ઠારનું આક્રમણ રહેતા લોકો ઠુઠવાયા હતાં.

સવારે જૂનાગઢમાં લઘુતમ તાપમાન ૧૬.૪ ડીગ્રી રહ્યું હતું. જયારે ગિરનાર ખાતે ૧૧.૪ ડીગ્રી ઠંડી રહી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ બે કિ.મી.ની રહેલ છે. (૮.૧૧)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ

તાપમાન

અમદાવાદ

૧પ.૧

ડીગ્રી

ડીસા

૧પ.૮

''

વડોદરા

૧પ.૪

''

સુરત

૧૭.૦

''

રાજકોટ

૧૬.પ

''

કેશોદ

૧૬.૦

''

ભાવનગર

૧૭.૭

''

પોરબંદર

૧૮.૦

''

વેરાવળ

૧૯.૯

''

દ્વારકા

ર૦.૦

''

ઓખા

ર૧.૮

''

ભુજ

૧૯.૪

''

નલીયા

૧પ.૪

''

સુરેન્દ્રનગર

૧૬.૮

''

ન્યુ કંડલા

૧૭.૦

''

કંડલા એરપોર્ટ

૧પ.ર

''

અમરેલી

૧પ.૮

''

ગાંધીનગર

૧૩.૦

''

મહુવા

૧૪.૯

''

દીવ

૧૬.૪

''

વલસાડ

૧૩.૦

''

વલ્લભ વિદ્યાનગર

૧૬.૮

''

(2:34 pm IST)