સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

ભાવનગરમાં દલાલના પાંચ લાખના હિરા ભરેલ પાકીટની ચોરી

બંધ મકાનમાંથી તસ્કરોનો હાથફેરો

ભાવનગર, તા.પ : ભાવનગરમાં હિરાના દલાલના રૂ. પ લાખના હિરાની ચોરી થયાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

મળતી વિગતો મુજબ શહેરના વિજયરાજનગર વિસ્તારમાં રહેતા અને હિરાની દલાલી કરતા હિરાભાઇ મોહનભાઇ સવાણી તેમના પરિવાર સાથે બહાર ગયા હતાં ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને કબાટમાંથી રાખેલા રૂ. પ લાખની કિંમતના હિરા ભરેલા પાકીટની ચોરી કરી નાસી છૂટયા હતાં.

આ અંગેની જાણ થતાં જ સીટી ડીવાયએસપી, એ-ડીવીઝન પોલીસ એલ.સી.બી. પોલીસ, ડોગ સ્કવોડ, ફોરેન્સીકલેબના નિષ્ણાંત સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગે હિરાના દલાલ હિરાભાઇ સવાણીએ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:50 am IST)