સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

સોમનાથમાં દર્શનાર્થીઓ માટે ૩૫ લાખના ખર્ચે ત્રણ એલ.ઇ.ડી. ટીવી સ્ક્રીન મુકાઇ

કોરોનાની વૈશ્વિક મહામારીને લઇને દર્શનાર્થીઓને આરતીમાં પ્રર્વેશ બંધ છે ત્યારે બહારથી આરતીનો લાભ દર્શનાર્થી લઇ શકશે

પ્રભાસ પાટણ,તા. ૫: વિશ્વ પ્રસિદ્ઘ ભારતના બાર જયોતિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ભુમિમા જ પ્રવેશતા ભાવિક દર્શનાર્થીઓ શિવ અનુભુતિ દર્શન અને ભગવાન ભુમિમાં પહોંચવાનો અહેસાસ માટે સોમનાથ મંદિર આજ ત્રણ એલ. ઈ. ડી ટીવી સ્કીન ટાવર ૩૫ લાખના ખર્ચે કાર્યરત કરવામાં આવેલ છે હાલમા કોરોના ની વૈશ્વિક મહામારી ને લઈને આરતીી સમયે દર્શનાર્થીઓ નો પ્રવેશ બંધ છે ત્યારે આ ત્રણ અલગ અલગ જગ્યાએ એલ ઇ ડી મા આરતી સાથે બહાર ઉભા રહી અને ભાવિકો દર્શન કરી શકે છે અને આરતી નો લાભ પણ લઇ શકે છે.

સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા કહે છે સોમનાથ મંદિર વૈશ્વિક આઇકોનીક પ્લેસ જાહેર કરાતાં તેના વિકાસમાં ભારતની બે મોબાઇલ કંપનીઓ કે જે ઇસીઆર પાર્ટનર છે તેઓ તરફથી વિકાસ ના પ્રોજેકટ ના ભાગરૂપે સોમનાથ મંદિર દિગ્વીજય દ્વારના ઉતર દિશા દરવાજા પાસે ૨૦બાય ૧૦ નુ ૧૨ ફુટ ઉંચા સ્થંભ ઉપર લગાવાયેલ છે જે મંદિર દર્શનાર્થીઓ કતારમાં દિગ્વીજય દ્વાર ના ઉતર દિશા દરવાજા પાસે ૨૦ બાય ૧૦ નુ અને ૧૨ ફુટ ઉંચા સ્થંભ ઉપર લગાવાયેલ છે જે મંદિર દર્શનાર્થીઓ કતારમાં દિગ્વીજય દ્વાર પાસે થી પસાર થતા અને સોમનાથ સાગર દર્શન આવતા જતા દર્શનાર્થીઓને દર્શન પહેલા જ શિવમય બની શકશે આવા બીજા બે એલ. ઈ. ડી સ્કીન ટીવી ટાવર એક સોમનાથ મંદિર અતિથિગૃહ સંકુલ એટલે કે ટ્રસ્ટ ની ઓફસી પાસે અને બીજો ટાવર ટ્રસ્ટ પાર્કિંગ પોઇન્ટ ઉપર રાખાયેલ છે જેથી સોમનાથ દર્શન આવતા દર્શનાર્થીઓ વાહન પાર્ક કરી આ ભુમિમા ઉતરે ત્યાં જ દર્શન સ્કીન ઉપર કરી ધન્ય બને તે માટે ૬બાય ૮ નો સ્કીન કાર્યરત કરી દેવાયો છે.

એલ ઈ ડી ટી. વી સ્કીનમા ભગવાન સોમનાથ ના જયોતિર્લિંગો નુ લાઇવ પ્રસારણ મંદિર ખુલવાથી માંડી બંધ થાય ત્યા સુધી સતત સુરેખ અને શોપ તથા કલીન રીતૈ જોઇ શકાતું હોય છે જેથી મંદિર નુ લાજ વિશાળ સ્કીન ઉપર દ્રશ્ય દર્શનાર્થીઓને જોવા મળી રહે છે અને તીર્થ શોભામય સુવિધામય અને ભારતના શ્રેષ્ઠ તીર્થ તરીકે યાત્રિકો પ્રવાસીઓમાં પ્રભાવિત કરતુ રહે છે.

(11:50 am IST)