સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

લગ્નના એક મહિના પહેલા બાબરાના ફુલઝરમાં રમેશનો ઝેર પી આપઘાત

મુળ એમપીના યુવાને રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૫: બાબરાના ફુલઝર ગામે રહી ખેત મજૂરી કરતાં મુળ એમપીના રમેશ સાગરભાઇ રાઠોડ (ઉ.વ.૨૦) નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેંતા મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આ યુવાનની સગાઇ થઇ ચુકી હતી અને એક મહિના બાદ તેના લગ્ન થવાના હતાં. રમેશ અને તેના પરિવારજનો મધ્યપ્રદેશથી ફુલઝર ગામે પેટીયુ રળવા આવ્યા હતાં. અહિ તે પરષોત્તમભાઇ નાકરાણીની વાડીમાં રહી મજૂરી કરતો હતો. ગઇકાલે તેણે ઝેરી દવા પી લેતાં બાબરા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સવારે દમ તોડી દીધો હતો.

તે ત્રણ બહેન અને બે ભાઇમાં નાનો હતો. એક મહિના પછી તેના લગ્ન થવાના હતાં. કારણ અંગે સ્વજનો પણ અજાણ હોઇ બાબરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જેતપુર-ખીરસરામાં લાભુબેન ઝેર પી ગયા

બીજા બનાવમાં જેતપુરના ખીરસરા ગામે રહેતાં લાભુબેન રઘુભાઇ મોરી (ઉ.વ.૫૧) કોઇ કારણોસર ઝેરી દવા પી જતાં રાજકોટ સિવિલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે જેતપુર જાણ કરી છે.

મોરબીના ચાંચાપરમાં જાલુભાઇને ગોરધને ધોકાવ્યો

મોરબીના ચાંચાપરમાં રહેતાં જાલુભાઇશુકલભાઇ ડામોર (ઉ.વ.૪૦)ને ગામમાંગોરધનભાઇ ડામોરે જુના ઝઘડાનો ખાર રાખી ધોકાથી માર મારતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે.

(11:49 am IST)