સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

વાંકાનેરમાં શ્રીરામ ભગવાનને આજીવન ભોગ ધરવાની જાહેરાતના વધામણા

વાંકાનેર : વીરપુર શ્રી જલારામ મંદિર દ્વારા અયોધ્યા તીર્થભૂમિ રામ મંદિરમાં શ્રી રામ જન્મભૂમિમાં આજીવન શ્રીરામચંદ્ર ભગવાનને આજીવન ભોગ લગાવાની જાહેરાત થતા વાંકાનેર ફળેશ્વર મહાદેવ મંદિરમાં શ્રી જલારામ મંદિરમાં આનંદ છવાઇ તેમજ જય જય જલિયાણાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતું. શ્રી જલારામબાપાના ભકતજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય જલારામ જય સીયારામના નારા ગુંજી રહ્યા છે તેમજ જોડિયા શ્રી જલારામ મંદિરમાં આનંદ ઉત્સાહ છવાયો હતો.

(11:47 am IST)