સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

આટકોટમાંથી નાનામાત્રા ગામના ભરત કોળીને દેશી પિસ્તોલ સાથે રૂરલ એસઓજીએ ઝડપી લધો

ગામમાં ડખ્ખો થતા મિત્ર મારફત એમ.પી.માંથી પિસ્તોલ મંગાવ્યાની ભરતની કેફીયત

તસ્વીરમાં હથિયાર સાથે પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીનો કાફલો નજરે પડે છે.

રાજકોટ તા. પ : જસદણના આટોકટમાંથી નાનામાત્રા ગામના કોળી શખ્સને દેશી પિસ્તોલ સાથે રૂરલ એસઓજીની ટીમે ઝડપી લીધો હતો.

રાજકોટ જીલ્લામાં ગેરકાયદે હથિયારો શોધી કાઢવા રૂરલ એસ.પી.બલરામ મીણાએ આપેલ સુચના અન્વયે રૂરલ એસ.ઓ.જી.ના પી.આઇ. અજયસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.ડી.હિંગરોજા સ્ટાફ સાથે આટકોટ પંથકમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી આધારે વોચ ગોઠવી ભરત સોમાભાઇ ડેરવાળીયા(કોળી) રે. નાનામાત્ર ગામ તા. વિંછીયાને ગેરકાયદે દેશી બનાવટની પિસ્તોલ કિ.ર૦,૦૦૦ સાથે ઝડપી લઇ આટકોટ પોલીસના હવાલે કર્યો હતો. પકડાયેલ ભરત કોળીએ ગામમાં ડખ્ખો ચાલતો હોય મિત્ર મારફત એમ.પી.માંથી ગેરકાયદે હથિયાર મંગાવ્યાની કેફીયત આપી હતી. હથિયાર સપ્લાય કરનાર શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે

આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી.ના હેડ કો. જયવીરસિંહ રાણા, હિતેષભાઇ અગ્રાવત,  ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કો. રણજીતભાઇ ધાંધલ સહિતનો સ્ટાફ જોડાયા હતો.

(11:46 am IST)