સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

પોરબંદર જિલ્લામાં કોરોના પોઝીટીવનો એકપણ નવો કેસ નહીં: કુલ ૪૮૦ દર્દીઓના ટેસ્ટ કરાવેલ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. પઃ ગઇકાલે ૪૮૦ દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેમાં એકપણ કોરોના પોઝીટીવના નવા કેસ આવેલ નથી અને તમામ ટેસ્ટના રિપોર્ટ નેગેટીવ આવ્યાં હતાં. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૬૬૪૭૭ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

કોરોનાની સારવારમાં અન્ય દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ૧૧ દર્દીઓ સારવાર લઇ રહેલ છે. એમ આઇસોલેશનમાં ૯ વ્યકિતઓ છે.

(11:46 am IST)