સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

મોરબી : ઘરફોડ ચોરી રોકવા નાઇટ પેટ્રોલિંગ વધુ સઘન બનાવાશે

છેડતી અને મારપીટના ગુન્હાઓ રોકવા એકશન પ્લાન પર ચર્ચા : અસામાજિક તત્વો સામે અટકાયતી પગલા લેવા આઇજીના સૂચન

મોરબી,તા. ૫: વાર્ષિક ઇન્સ્પેકશન અંતર્ગત રેંજ આઈજી સંદીપ સિંહ મોરબી પધાર્યા હોય ત્યારે જીલ્લામાં ગુન્હાખોરી અંગે પત્રકારો ને માહિતી આપતા ગંભીર ગુન્હામાં ૫ ટકાનો દ્યટાડો થયો હોવાનું જણાવ્યું હતું તેમજ છેડતી અને મારપીટના બનાવો રોકવા તેમજ દ્યરફોડ ચોરીના ગુન્હાઓ અટકાવવા અંગે શું તૈયારીઓ કરાઈ છે તેની માહિતી આપવામાં આવી હતી.

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેંજ સંદીપ સિંહ મોરબી જીલ્લાના વાર્ષિક ઇન્સ્પેકશન માટે મોરબી પધાર્યા હતા જયાં જીલ્લા સીપીસી કેન્ટીન અને શનાળા ચોકીનું ઉધ્દ્યાટન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે જીલ્લા એસપી એસ આર ઓડેદરા, પ્રોબેશન આઈપીએસ એમ આર ગુપ્તા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, ડીવાયએસપી એમ આઈ પઠાણ તેમજ જીલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રેંજ આઈજીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯ ની સરખામણીએ ચાલુ વર્ષે ગંભીર ગુન્હાઓમાં ૫ ટકા દ્યટાડો નોંધાયો છે તો છેડતી અને મારપીટના ગુન્હાઓ રોકવા માટે એકશન પ્લાન તૈયાર કરવા તેમજ અસામાજિક તત્વો સામે અટકાયતી પગલા લેવા જણાવ્યું હતું તો મોરબી જીલ્લામાં ઘરફોડ ચોરીના ગુન્હાઓ વધ્યા હોવાનો એકરાર કરીને નાઈટ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા સૂચનો કર્યા હતા સાથે જ કોવીડમાં પણ સરકારી ગાઈડલાઈન્સ ભંગના કેસો કરી, વાહન ડીટેઈન કરી મોરબી પોલીસે સારી કામગીરી કરી હોય જેને બિરદાવી હતી તો ૩૧ ડીસેમ્બરની ઉજવણી અંગે પોલીસે એકશન અંગે ચર્ચા કરી હતી.

(11:45 am IST)