સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

સુરેન્દ્રનગરમાં વરલી રમતા ૪ ઝડપાયા

વઢવાણ : પતરાવાળી ચોક પાસે જાહેરમાં રોડ ઉપર વર્લી મટકાનો આંક ફરકનો પૈસાની  હારજીતનો જુગાર રમી રમાડે છે. જે હકિકત આધારે એલ. સી. બી. ટીમ દ્વારા છાપો મારતા આરોપીઓ (૧) જયેન્દ્રસિંહ કીરતસિંહ રાણા દરબાર ઉ.પર ધંધો મજૂરી રહે. કડીયા સોસાયટી શેરી નં. ૧, અંબા મીકેનીક પાછળ, સુ.નગર (ર) રમેશભાઇ જીણાભાઇ થડેસા યુ. કોળી ઉ.પ૦ ધંધો મજૂરી રહે. બંસીધર પાર્ક, ટીબી હોસ્પીટલ પાસે, સુ.નગર (૩) સુરેશભાઇ બાબુભાઇ  ચાવડા ખવાસ રજપુત ઉ.ર૬ ધંધો મજુરી રહે. પોસ્ટ ઓફીસ પાછળ, ભરવાડ શેરી નં. ૩, થોન્લી કમ્પાઉન્ડ પાસે સુ.નગર (૪) દીલીપભાઇ હરીભાઇ રાણા ગોલારણા ઉ.૪૮ ધંધો મજૂરી રહે. કૃષ્ણનગર મકાન નં. પ૯૧, સુ.નગર વાળાઓને રૂ. ૧૩,૪૯૦ તથા મો. નંગ-ર, કિ. રૂ. ૧૦૦૦ મળી કુલ રૂ. ૧૪,૪૯૦ ના મુદામાલ સાથે પાડી આરોપીની પુછપરછ કરતા પોતે આરોપી (પ) જયુભા રણજીતસિંહ ઝાલા રહે. પતરાવાળી પાસે સુરેન્દ્રનગર વાળા પાસે વર્લીની કપાત કરાવતો હોય, આરોપી નં. પ વાળો હાજ મળી નહી આવતા કાર્યવાહી હાથ ધરેલ છે. એલ. સી. બી. ટીમ સુરેન્દ્રનગર ના પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. ઢોલના માર્ગદર્શન હેઠળ એલ. સી. બી. પો. સબ. ઇન્સ. વી. આર. જાડેજા એ. એસ. આઇ. નરેન્દ્રસિંહ દિવાલરસિંહ તથા જુવાનસિંહ મનુભા તથા પો. કો. અજયસિંહ વીજયસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ એ રીતેની ટીમ દ્વારા જુગારધારા હેઠળનો સફળ કવોલીટી કેશ શોધી કાઢવામાં આવેલ છે.

(11:39 am IST)