સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

જામનગરમાં પૂનમબેનના હસ્તે દિવ્યાંગને સાધન સહાય

જામનગર :  ઇન્ડિયન કોર્પોરેશન લિમિટેડ જામનગર, ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો) અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જામનગરના સંયુકત ઉપક્રમે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્ત્।ે આજરોજ ધનવંતરી ઓડિટોરિયમ ખાતે દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તરફથી સીએસઆર (સામાજિક દાયિત્વ) હેઠળ ઉપકરણ નિર્માતા એલિમ્કોના સહકાર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જામનગર સાથે સંકલન કરી જામનગર જિલ્લાના ૪૩૪ દિવ્યાંગોને અંદાજે ૬ લાખની સાધન સહાય વિતરિત કરવામાં આવનાર છે. જેમાં આજરોજ સાંસદ પૂનમબેન માડમ, જામનગરના કલેકટર શ્રી રવિશંકર, ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિ.ના પશ્યિમીક્ષેત્ર પાઇપલાઇનના કાર્યકારી નિર્દેશક ડી.કે.બેનર્જીના હસ્તે ૧૨ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરાઇ હતી. આ સાધન સહાયમાં મોટરેટ ટ્રાઈસીકલ, વ્હીલચેર, વોકિંગ સ્ટિક,બ્રેઈલ કેન, બ્રેઇલ કીટ, હીયરીંગ એઈડ, વોકર, રોલેટર વગેરે સાધનો લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. ત્રણ દિવસ ચાલનારા આ કેમ્પમાં આજે ધનવંતરી ઓડિટોરિયમ ખાતે કુલ ૧૦૧ લાભાર્થીઓને સાધન સહાય વિતરીત કરાઇ હતી.  જયારે આવતીકાલે તા. ૪ અને તા. ૫ના રોજ અન્ય દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરીત કરવામાં આવશે.સાંસદશ્રી પૂનમબેન માડમે કહ્યું હતું કે, ખામીને ખૂબીમાં પરિવર્તિત કરવાની શકિત ઈશ્વરે દિવ્યાંગોને આપી છે. પ્રધાનમંત્રીશ્રીએ દિવ્યાંગો પ્રત્યે દેશમાં જાગૃતિ લાવી છે.આ તકે, ડી.કે.બેનર્જી દ્વારા ઈન્ડીયન ઓઈલની કામગીરી, કોવિડ દરમિયાન કોર્પોરેશનની લોકસેવા અને તેમના માટેના અલગ-અલગ પ્રોજેકટ વિશે જાણકારી આપવામાં આવી હતી. દિવ્યાંગને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા તે તસ્વીર.

(9:27 am IST)