સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th December 2018

જુનાગઢ પાસે ટ્રકની પાછળ ઘુસી જતાં બાઇક ચાલકનું મોત

જુનાગઢ તા.પઃ જુનાગઢ તાલુકાના સુખપુર ગામે રહેતા શશીકાંત વૈજનાથસિંગ રાજપૂત નામનો બિહારી યુવાન કારખાનામાં કામ કરીને પોતાનાં મોટર સાયકલ પર પરત જઇ રહયો હતો. ત્યારે  સરગવાડા ગામ પાસે જી.જે. ૧૨ એયુ ૮૮૭૩ ટ્રક સ્પીડ બ્રેકરને કારણે ધીમો પડતાં પાછળ આવી રહેલ શશીકાંત રાજપૂતનું મોટર સાયકલ ટ્રક સાથે અથડાઇને નીચે ઘુસી જતાં તેનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું.

(3:04 pm IST)