સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

હવાઇ માર્ગે 6 જેટલી એનડીઆરએફની ટીમો જામનગર પહોંચી : વિવિધ જિલ્લામાં રવાના

અત્યાધુનિક સાધનો તેમજ રેસકયુ બોટ અને રાહત સામગ્રીઓ સાથે એનડીઆરએફની ટીમો તૈનાત

 

જામનગર : ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં મહા વાવાઝોડાની અસરને લઇને તંત્ર એલર્ટ થયું છે. વાવાઝોડા સામે શક્ય તેટલું નુકસાન ખાળવા માટે રાજ્ય સરકાર એલર્ટ બની છે  આજે જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે ખાસ હવાઇ માર્ગે 6 જેટલી એનડીઆરએફની ટીમો અત્યાધુનિક સાધનો સાથે  આવી પહોંચી છે.

અત્યાધુનિક સાધનો તેમજ રેસકયુ બોટ અને રાહત સામગ્રીઓ સાથે એનડીઆરએફની ટીમોનું જામનગરમાં આગમન થયું હતું. જામનગર એરપોર્ટ પર ઉતર્યા બાદ અલગ અલગ બસો તેમજ અન્ય વાહનોમાં તમામ સાધન સામગ્રી સાથે 6 જેટલી ટીમોને સૌરાષ્ટ્રના જુદા જુદા દરિયાઇ કાંઠા જિલ્લાઓમાં રવાના કરવામાં આવી છે. 6 ટીમમાંથી એક જામનગર ખાતે રહેશે. અન્ય પાંચ ટીમોને જુદા જુદા દરિયાકાંઠાના જિલ્લામાં તૈનાત રહેશે 

(12:31 am IST)