સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

જામનગરનાં ભાવાભી ખીજડીયાના પાટીયા પાસે ટેન્કરમાંથી પેટ્રોલ-ડિઝલની ચોરી કરતા ૩ ઝડપાયાઃ ૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત

આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમ દ્વારા કાર્યવાહી

રાજકોટ,તા.૫: રેન્જમાં આવેલ નેશનલ હાઇ-વે ઉપર ટેન્કરો માંથી થતી કેમીકલ ચોરી તથા અન્ય ચોરીઓ અટકાવવા માટે રાજકોટ રેન્જના

ડી.આઇ.જી.પી. સંદીપ સિંહે  આર.આર.સેલના પો.સ.ઇ. એમ.પી.વાળાને સુચના આપી હતી.જે અન્વયે સ્ટાફને હકીકત મળેલકે જામનગર જીલ્લાના કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં ભાવાભી ખીજડીયા ગામના પાટીયા પાસે આવેલ આશાપુરા હોટલ પર અમુક માણસો ડુપ્લીકેટ માસ્ટર કી બનાવી ટેન્કરમાંથી પેટ્રોલ-ડિઝલની ચોરી કરી કેરબામાં ભરે છે

સ્ટાફના હેડકોન્સ. રામદેવસિહ ઝાલા, સિધ્ધરાજસિહ વાઘેલા તથા પો.કોન્સ. કમલેશભાઇ રબારી, દિગુભા ઝાલા નાઓએ મોકલી ચેક કરાવતા હકીકત વાળ ટેન્કર તથા ૩ શખ્સો ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરતા ઝડપાયા હતા.

(૧) હનીફભાઇ જાનમમદભાઇ મકરાણી રહે.મકરાણીપરા તા.વીશાવદર જી.જુનાગઢ (ર) ધર્મેન્દ્રસિહ ભીખુભા જાડેજા રહે. સાતોદડ તા.જામકંડોરણા જી.રાજકોટ (૩) મહાવીરસિહ નટુભા જાડેજા રહે.ભાવાભી ખીજડીયા તા.કાલાવડ જી.જામનગર વાળાઓને ધોરણસર અટક કરી હાજરમાં મળી આવેલ ટેન્કર-૧, કાર-૧ તથા પેટ્રોલ-ડીઝલ ભરેલા કેરબાઓ મળી કુલ રૂ.૩૪,૦૫,૦૯૦/- નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુધ્ધ કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે ગુનો દાખલ કર્યો હતો.

(3:45 pm IST)