સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

જૂનાગઢના ઇમ્તીયાઝભાઇને ધમકી આપનાર સામે કડક પગલા ભરોઃ મુસ્લીમ એકતા મંચ

રાજકોટ તા.૫: મુસ્લીમ એકતા મંચે ગૃહ રાજય મંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી કસુરવારસામે પગલા લેવા બાબત. આવેદમાં જણાવેલ કે, સમાજના અગ્રણી તથા લોકો દ્વારા રજુઆત છે કે ગુજરાતમાં મુસ્લિમ સમાજના સુખાકારી તેમજ સમાજ માટે કાયદાકીય અને સંવૈધાનીક લડત લડતા સંગઠન-મુસ્લિમ એકતા મંચના ગુજરાતના પ્રમુખશ્રી ઇમ્તીયાજ પઠાણને થોડા સમયથી જાનથી મારનાંખવાની ધમકીઓ મળી રહેલ છે તેમજ તેઓને આ બાબતે અનેક વખત રજુઆતો પણ કરાયેલ છે ઇમ્તીયાજભાઇ પઠાણ જુનાગઢના મુસ્લિમ સમાજની ગૌરવ સમાન વ્યકિતત્વ તેમજ યુવા લીડર છે તેમજ સમાજના દરેક પ્રશ્ને તેઓ હંમેશા અગ્રેસર રહી ગુજરાતમાં કોઇપણ જગ્યાએ. સમાજના પ્રશ્નને ઉકેલવા પ્રવાસો કરત હોય છે આજરોજ અમારી માંગ છે કે થોડા સમય પહેલા ઇમ્તીયાજભાઇ પઠાણને કોઇએક અસમાજીક તત્વ દ્વારા ફોન પર ધમકીઓ મળી રહેલ છે જેની ફરિયાદ જૂનાગઢ એ-ડીવીઝન પો.સ્ટે.માં નોંધાયેલ છે તેમજ જીલ્લા પોલીસ વડા-જૂનાગઢને પણ રજુઆત કરેલ છે તે બાબતે આરોપીઓ પર સખ્ત તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરી તેમજ આ અતિ ગંભીર બાબત હોઇ અને ઇમ્તીયાજ પઠાણ સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજનું ગૌરવ હોઇ તેઓની સલામતી માટે સરકારી ખર્ચે કાયમી પોલીસ રક્ષણ આપવા અમારી અરજ છે.

(3:45 pm IST)