સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

છેલ્લા છ વર્ષથી ધમકી આપવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને પકડી લેતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયએ ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ.આર.કે.કરમટાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા અના.હેડ કોન્સ નાજભાઇ પોપટ તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. સે.ગુ.ર.નં.૬૭/૧૪ IPC ક.૪૯૮,૫૦૭ વિ. મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે

પકડાયેલ આરોપી ભરતભાઇ ઘનાભાઇ ભાલાળા (ઉ.વ.૩૯) ધંધો-ડ્રાઇવીંગ ( રહે.બાબરા અમરાપરા તા.બાબરા જી.અમરેલી હાલ-બલીઠા તા.વાપી જી.વલસાડ)ને તા.૦૫/૧૧/૧૯ ના રોજ પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પોલીસ ને સોપી આપેલ આમ, અમરેલી પોલીસશ્રી નિર્લિપ્ત રાય, અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા  તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા છેલ્લા છએક વર્ષથી ધમકી આપવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ.છે

(1:46 pm IST)