સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

જામનગરઃ વિભાપર તરફના રસ્તે ૪૦ ગાયના મોત

એક સાથે મોટા પ્રમાણમાં ગૌમાતાના મોતથી અરેરાટીઃ મોતના કારણ અંગે તપાસઃ જવાબદારો સામે કાર્યવાહી કરવા હિન્દુ સેનાની માંગણી

જામનગર, તા.૫: વિભાપરથી મીઠાની કંપની સેંચ્યુરાન તરફ જતા રસ્તાનાઙ્ગ જમણી બાજુ પર એકસાથે ૪૦ થી વધુ ગાયો ના મોત  થતા અરેરાટી વ્યાપી છે. ત્યારે સરકાર દ્વારા અને જામનગર મહાનગરપાલિકા તેમજ કલેકટરશ્રી અન્ય જવાબદાર વિભાગો દ્વારા વ્યવસ્થા ઉભી થયેલ ન હોય તેવું દેખાઈ રહ્યું છે હિન્દુ સેનાની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી ચકાસણી કરતા જાણવા મળે છે કે ત્યાં ૪૦થી વધુ ગાયો મૃત્યુ પામ્યા બાદ અને આ ગાય માતાના હાડકાઓને પ્રાણીઓ ચુંથી રહ્યા હતા.

 આવી રીતે કૃત્ય કરનાર ને અટકાવવા તેમજ મરી ગયેલી ગયોને યોગ્ય સ્થાને અંતિમ વિધિ કરવા માટેની સરકાર જગ્યા ફાળવે અથવા ગાય માતા નું સ્મશાન બનાવે તેવી માંગણી હિન્દુ સેના કરી રહી છે એટલું જ નહિ આવી દ્યટનાથી ગાય માતાનું શરેઆમ અપમાન થઇ રહ્યું છે જેને લીધે હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો છે, ધાર્મિક લાગણી દુભાય રહી છે.

આવતા સમયમાંઙ્ગ તાત્કાલિક ધોરણે અને આવા બનાવોને અટકાવવા તેમજ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા હિન્દું સેનાએ માંગણી કરી રહી છે આવી ઘટનાઓ પાછળ કોઈ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે કે શું તેની પણ ચકાસણી કરવા હિન્દુ સેના એ ટકોર કરી છે.

જો આવા બનાવો બનતા જ રહે અને યોગ્ય નિકાલ કે વ્યવસ્થા ઊભી ન થાય તો લગત જવાબદાર વિભાગની કચેરીએ ગાય માતા ના હાડકા ને ઓફિસમાં રાખી દેવામાં આવશે છોડવામાં આવશે જેની તમામ જવાબદારી જવાબદાર વ્યકિતઓને રહેશે આ ઘટના સ્થળે ગુજરાત પ્રમુખ પ્રતીક ભટ્ટ શહેર પ્રમુખ દિપક પિલ્લે,જિલ્લાના હરેન્દ્ર રાવલ ના ધીરેન નંદા અર્જુનસિંહ રાઠોડ સહિત ગો વિભાગના જવાબદાર વ્યકિતઓ સાથે પહોંચીને જાત તપાસકરી જિલ્લા સુધી તેમજ જવાબદાર કચેરી સુધી વાત ને પહોંચાડી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા માંગણી કરી છે નહી તો આવતા સમયમાં હિન્દુ સેના ઉગ્ર રૂપ ધારણ કરે તે પહેલા વ્યવસ્થા ઊભી કરવા માંગણી મૂકી છે .(તસવીરોઃકિંજલ કારસરીયા, જામનગર)

(1:18 pm IST)