સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

ચુડા તાલુકાના ખેડૂતોની પાક વિમાની અરજીઓ ન સ્વીકારાતા ચક્કાજામ; ખેડૂતો મામલતદાર કચેરી અને હાઇ-વે પર એકઠા

વઢવાણ,તા.૫: સમગ્ર જિલ્લામાં તાજેતરમાં કયાર અને ત્યાર બાદ મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમૌસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે જિલ્લાના અનેક તાલુકાના ખેડુતોએ કરેલ એરંડા, ડાંગર, જુવાર સહિતના પાકોને મોટાપાયે નુકશાની પહોંચી છે ત્યારે સરકાર દ્વારા આ નુકશાની અંગે ખેડુતોને અરજી કરવા માટે ૭૨ કલાકનો સમય આપવામાં આવ્યો હતો.

પરંતુ આટલી ટુંકી મુદ્દતમાં અનેક ખેડુતો સમયસર અરજી કરી શકયા નહોતા ત્યારે ચુડા તાલુકાના ખેડુતોની પાકવિમાની અરજી સ્વીકારવામાં ન આવતાં ખેડુતોમાં રોષ જોવા મળ્યો હતો અને રોષે ભરાયેલ ખેડુતોએ મામલતદાર કચેરી સહિત હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. જયારે આ ચક્કાજામને પગલે હાઈવે પર ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં તેમજ અધિકારીઓ સહિત પોલીસ કાફલો દ્યટના સ્થળે આવી પહોંચ્યો હતો.

(1:17 pm IST)