સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

જામનગર ખાતે લશ્કરી ભરતી મેળા નો પ્રારંભ

જામનગર : ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જામનગર ખાતે લશ્કરી ભરતીમેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, આ લશ્કરી ભરતીમેળામાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનીકલ, સોલ્જર ટેકનીકલ એવિએશન એમ્યુનીશન એકસામીનેશન, સોલ્જર કલાર્ક, સોલ્જર ટેકનીકલ (નર્સીંગ આસીસ્ટંટ, નર્સીંગ આસીસ્ટંટ વેટરનરી), સીપાઈ(ફાર્મા) અને સોલ્જર ટ્રેડ-મેનની કક્ષા પર ભરતી યોજાવાની છે. આ ભરતી રેલીમાં પ્રથમ દિવસે જામનગર જિલ્લાના રજીસ્ટર્ડ ૨૮૦૪ ઉમેદવારોમાંથી ૧૮૭૮ ઉમેદવારો હાજર રહેલ હતા. જેમાં ૧૨૦૨ ઉમેદવારોએ દોડમાં ભાગ લીધો હતો અને ૧૭૧ ઉમેદવારો આ દોડમાં ઉત્ત્િ।ર્ણ થયા હતા. આ ભરતી પ્રક્રિયા ૧૩ નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ સંદર્ભે વધુ વિગતો માટે આર્મી ભરતી કાર્યાલય, જામનગર(૦૨૮૮-૨૫૫૦૭૩૪, મોૅં૯૪૨૬૩૧૯૭૪૯) અથવા રોજગાર કચેરી, જામનગર (૦૨૮૮-૨૫૬૪૬૫૪)નો  ટેલીફોનીક અથવા રૂબરૂ સંપર્ક કરવા મદદનીશ નિયામક (રોજગાર) જામનગરની યાદીમાં જણાવાયું છે.

(1:13 pm IST)