સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

જામનગર જીલ્લામાં વાવાઝોડામાં અગમચેતી રૂપે લો-લાઇનનાં ૨પ ગામડાઓમાં વિશેષ તકેદારી લેવા કલેકટર રવિશંકરની સુચના

જામનગર, તા.પઃ હવામાન વિભાગ દ્રારા 'મહા' વાવાઝોડાની આગાહીના પગલે ઉભી થનાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટીતંત્ર તમામ તૈયારીઓ કરી એલર્ટ થઈ ગયુ છે.

ગુજરાત રાજયના મુખ્ય સચિવશ્રી ડો.જે.એન.સિંગએ વિડીયો કોન્ફરન્સ દ્વારા 'મહા' વાવાઝોડા અંગે તૈયારીઓની સમિક્ષા કરેલ હતી. સમિક્ષા કર્યા બાદ જિલ્લા કલેકટરશ્રી રવિશંકર દ્વારા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલ બેઠકમાં આગમચેતી રાખવા તેમજ જાનહાની કે પશુધનને નુકશાન ન થાય તેની તકેદારી રાખવા તમામ પગલાઓ લેવા તેમણે તાકીદ કરી હતી.

હવામાન ખાતાની આગાહી મુજબ તા.૬ નવેમ્બરે સવારથી તા.૭ અને ૮ નવેમ્બર દરમીયાન વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયા કિનારે પ્રવેશવાની સંભાવના દર્શાવેલ છે. જામનગર જિલ્લો દરિયાકાંઠો ધરાવતો જિલ્લો હોય લો-લાઈન વાળા તેમજ દરિયાઈ પટ્ટીના ગામોમાં તલાટીઓને વિશેષ તકેદારી રાખવા સાથે સ્તળાંતર કરવાનુ થાય તો આશ્રયસ્થાનો નક્કી કરી લેવા,ઙ્ગસાયકલોન સેન્ટરોનો ઉપયોગ કરવા,ઙ્ગફુટ પેકેટની વ્યવસ્થા માટે એનજીઓ સાથે સંકલન કરવા સુચનાઓ આપી હતી. જિલ્લાના છ તાલુકા માટે નિયુકત લાઈઝન ઓફીસરોને તા.૫ નવેમ્બર રાતથી તાલુકા મથકે ફરજ પર જવા આદેશ કરી જિલ્લા કલેકટરશ્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ મુશ્કેલી હોય તો તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીનો લોકોને સીધો સંપર્ક કરવા જણાવ્યું હતું

ઙ્ગઙ્ગઆપત્તિમાં તમામ અધિકારીઓની ડ્યુટી પ્રોફેશનલ નહિ પરંતુ મોરલ ડયુટી બની જાય છે. ત્યારે તંત્રના અધિકારીઓ કર્મચારીઓનો નો રીઝન રીઝલ્ટ માટે કાર્યરત રહેવા જિલ્લા કલેકટર રવિશંકરએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.

'મહા' વાવાઝોડાને અનુલક્ષીને રાજય સરકાર દ્વારા જામનગર એરપોર્ટ ખાતે ૬ એન.ડી.આર.એફ.ની ટીમો ફાળવેલ છે. જેને જરૂર પડયે સંભવીત અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવનાર છે. તે પૈકી એક ટીમ જામનગર ખાતે રહેશે તેમ કલેકટરશ્રી રવિશંકરએ જણાવ્યું હતું.

હાલ જામનગર જિલ્લાની ૨૦૮ બોટો દરીયામાં હતી જે પૈકીની બધી જ બોટો સુરક્ષિત જગ્યાએ  પહોંચી ગયેલ છે. તે પૈકીની ૧૧ બોટ કચ્છમાં લંગારાયેલ છે, તેમજ મીઠુ પકાવતા અગરીયાઓને પણ સલામત સ્થળે પહોંચાડી દેવાયા છે. 'મહા' વાવાઝોડાને અનુલક્ષીને બધી જ  પરીસ્થિતિઓ કંટ્રોલમાં છે. સંભવિત 'મહા' વાવાઝોડા દરમ્યાન ઓછામાં ઓછુ નુકશાન થાય અને ઝડપથી અસરગ્રસ્તોને સહાય મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર સજ્જ છે.  

આ બેઠકમાં મ્યુનિશીપલ કમિશ્નરશ્રી સતિષ પટેલ, અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, ઙ્ગપ્રાંત અધિકારીશ્રીઓ સહિત તમામ વિભાગના અધિકારીઓ બેઠકમાં સહભાગી થયા હતા.

(1:11 pm IST)