સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

ફરવા નિકળેલા ભાટીયાના યુવાનનું તળાવમાં પડી જતા મોત

ખંભાળીયામાં હોટલના પરપ્રાંતિય કામદારે ગળાફાંસો ખાધોઃ ખેતીપાક ખરાબ જતા દેવળિયાના આહિર પ્રૌઢનો ઝેર પીને આપઘાત

ખંભાળીયા તા. પ : ચાર રસ્તા પાસે આવેલી ખાનગી હોટલમાં કામ કરતા મનોહરલાલ ગુબાવજી રામા ઉ.૧૯ રહે. ઉદેપુર જિલ્લો રાજસ્થાન વાળો કોઇ આમ્યકારણોસર તેના રૂમના છતના પંખામાં દોરડુ લટકાવીને ગળેફાંસો ખાઇ જતા મરણ નિપજયું છે જે અંગે માંગીલાલ નાનાલાલ ગામેતીએ ખંભાળિયા પોલીસને જાણ કરી છે. ભાટીયા ગામે આવેલ કોળીયા તળાવની પાળી પર ફરવા નીકળેલા ભરતભાઇ નારણભાઇ ગોઝીયા ઉ.૩પ વાળો અકસ્માતે પડી જતા તળાવમાં પડતા ડુબી જતા તેનું મૃત્યુ નિપજયું હતું.

કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા દેવાણંદ પીઠાભાઇ માડમ (ઉ.૬પ) વાળો તેનીવાડી એ કોઇ અગમ્ય કારણોસર પાકમાં છાંટવાની ઝેરી દવા પી જતા મરણ પામેલ છે.

વરસાદ કમોસમી પડવાને કારણે તથા ખેતી ના પાકની ખરાબ સ્થિતિને લિધે મનમાં ખુબજ દુઃખ થતા આ પગલુ ભર્યાનું પણ કહેવાય

નગડીયામાં મહિલા પર પ્રૌઢનો નિર્લજજ હુમલો

નગડીયા ગામની સીમમાં રહેતી મણકીબેન હાજાભાઇ ગૌરાણીયા (ઉ.૪૧) ની મેર મહિલા ઘરે ગત સાંજે એકલી હોય ત્યારે વાજશી હાજા અમર (મેર) (ઉ.પ૭) રહે .ડાંગરવડકરાર વાડી વિસ્તારમાં રહેતા પ્રૌઢે મહિલાની એકલતાનો લાભ લઇ ઘરે રૂમમાં પ્રવેશ કરી શરીરે અડપલા કરી આબરૂ લેવાના ઇરાદે નિર્લજ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વજશી હાજા અમર વિરૂદ્ધ કલ્યાણપુર પોલીસમાં મહિલાએ ફરીયાદ નોંધાવી છે.

રાણમાં ઘર પાસે ગાડી રાખવાનું પુછતા મારી નાખવાની ધમકી

કલ્યાણપુરના રાણ ગામે ઘર પાસે ગાડી રાખવાની બાબતેનુ પુછતા સારૂ નહી લાગવાથી ઉશ્કેરાઇ જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી અપમાનિત કરતા શખ્સ વિરૂદ્ધ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદી જેઠીબેન રૂડાભાઇ સોલંકી (ઉ.૬ર) ની મહિલાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, લીંબડી ગામે રહેતો અરજણ ચાવડા અમારા ઘર પાસે પોતાની ગાડી રાખી બેઠો હોય ત્યારે તેને અહિ કેમ બેઠો છો પુછતા તેને સારૂ નહી લાગતા ઉશ્કેરાઇ જઇ ફરીયાદી તથા સાહેદોને ગાળો કાઢી લોખંડનો પાઇપ લઇ અપમાનતિ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધીતપાસ હાથી ધરી છ.ે

સુરજકરાડીમાં પાના ટીંચતા પાંચ ઝબ્બે

મિઠાપુરના સુરજકરાડીમાં લીલાભાઇની વાડીની બાજુમાંં આવેલી શેરીના ઓટલે જાહેરમાં કેટલાક શખ્સો તેનીપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે મિઠાપુર પોલીસે રેઇડ કરતા પાના ટીંચતા ઘોઘાભાઇ ઉર્ફૈ ઘોની થાયાભા કરે, મીયાઝરભા થાર્યાભા કેર, રૂડીબેન પાલાભા માણેક, વાલીબેન કેશુભાઇ માણેક, નિતાબેન હરીશભાઇ ઠાકરને રોકડ ર૬૪૦ ની મતા સાથે ઝડપી લીધા હતા જયારે મનુભા પુ઼જાભા વાઘેર નાશી છુટતા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

ખંભાળીયાની ખાનગી હોસ્પીટલમાં સ્ટાફ સાથે મારામારી

શ્રીજી શોપીંગમાં આવેલી કલરવ બાળકોની હોસ્પીટલમાં ફરજ બજાવતા હિંમત પીઠાભાઇ ચાવડા રહે. વડત્રા વાળાએ ખંભાળીયા પોલીસ મથકમાં અબુ કાસમ ભોકલ તથા સાહેદો વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે કે, ગત તા. ર ના અબુ ભોકલનો પુત્ર સાહિલ (ઉ.૬) નો અત્રેની હોસ્પીટલમાં દાખલ હોય અને તેને સારવાર માટે જામનગર લઇ જવા આરોપી અબુ ભોકલે જણાવતાં મેં જણાવેલ કે ડોકટર સાહેર રીફર ચીઠ્ઠી લખી આપે પછી તમે લઇ જાવ આમ કહેતાં આરોપી સાથે રહેલા ત્રણેય શખ્સો ઉશ્કેરાઇ જઇ આટલી બધી વાર કેમ લાગી કહી બોલાચાલી કરી પછાડી દઇ ઢીકાપાટુનો માર મારી તથા સાહેદ દિલીપને પણ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ખંભાળીયા પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાણવડના ઝારેરામાં ખેતરના રસ્તે ચાલવા બાબતે મહિલાને ધમકી

ઝારેરા ગામે રહેતા સતીબેન માલદેભાઇ ધ્રુત (સગર) ઉ.૬૦ ના મહિલા પોતાની ખેતીની જમીનમાં હોય ત્યારે દિલીપ મનસુખ પાથર, મનસુખ ગોવા પાથર, રાહુલ નગા પાથર વાડીમાં ગેરકાયદેસર રીતે લાકડીઓ સાથે પ્રવેશ કરી તમારે ફરીયાદી તથા સાહેદોને જણાવેલ કે, તમારે કેનાલના સર્વિસ રોડ ઉપરથી ચાલવું નહીં નહિંતર ટાંટીયા ભાંગી નાખીશ તેમજ ગાળો કાઢી પથ્થરોના ઘા મારી રાહુલ નગા પાથરે જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે તમામ વિરૂધ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સલાયામાં પરિણીતાને ત્રાસ

ખંભાળીયા તાબેના સલાયાના મારૂતીનગર ભડેલા વાસામાં રહેતી પરિણિતાને પતિ સહિત સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતાં પરિણીતા યાસ્મીનબેન શાહીલ ધાવડાએ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં લખાવ્યું છે કે, મારા લગ્ન જીવન દરમ્યાન પતિ શાહિલ હારૂન ધાવડા, સસરા હારૂન અબુ ધાવડા, સાસુ નુરજાબેન હારૂન ધાવડા, સુમેરા ઇમરાન બધા સાથે મળી મેણાટોણા મારી શારીરિક માનસીક શારીરિક દુઃખ ત્રાસ આપી મારકુટ કરે છે. ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દ્વારકામાં એપાર્ટમેન્ટના પાર્કિગમાં જુગાર રમતા છ ગિરફતાર

દ્વારકામાં આવેલ શિવાલય એપાર્ટમેન્ટના પાર્કિગમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરતાં જુગાર રમતાં જીતેન્દ્ર વિઠલદાસ વિઠલાણી, વિઠલ જેઠાલાલ સોમૈયા, વિજય ખીમજી બથીયા, વસંત મથુરદાસ મોદી, દેવા સોમા હાથીયા, દિલીપ જેન્તીલાલ બથીયાને રોકડા રુા૧૩૨૯૦ની મતા સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મિઠાપુરમાં મોબાઇલમાં લુડો ગેમનો જુગાર રમતા બે ઝબ્બે

મિઠાપુરના સુરજકરાડી પાસે મલારા તળાવ નજીક મોબાઇલમાં લુડો ગેમનો જુગાર રમી પૈસાની હારજીત કરતા ભાયા ગેલા મોવર તથા રામભા ઉર્ફે રામુડી રાયમલભા માણેકને મોબાઇલ તથા રોકડ મળી રૂા પ૭૦૦ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી મિઠાપુર પોલીસે હાથ ધરી હતી.

 

(1:11 pm IST)