સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

વિસાવદરના લેરીયાના વૃધ્ધ ખેડુતની હત્યાની કોશિષ

શેઢાના વાંધાને લઇ પાવડો ઝીંકી દીધો

જુનાગઢ તા.૫: વિસાવદરના લેરીયા ગામે વૃધ્ધ ખેડુતની શેઢા પાડોશીએ પાવડો ઝીંકીને હત્યાની કોશિષ કરતાં સનસની મચી ગઇ હતી.

વિસાવદર તાલુકાના લેવીયાના વિઠ્ઠલભાઇ માવજી ડોબરીયા (ઉ.વ.૫૭) અને મહેશ નાથાભાઇ મંગલપરા ગામની સીમમાં બાજુ-બાજુમાં ખેતર ધરાવે છે.

પરંતુ બંને વચ્ચે જમીનના શેઢા બાબતે વાંધો હોય જેનો ખાર રાખી મહેશ મંગલાએ સાંજનાં સમયે ખેતરે વિઠ્ઠલભાઇ ઉપર પાવડા વડે હુમલો કર્યો હતો.

જેમાં વૃધ્ધ ખેડુતને માથાનાં ભાગે ગંભીર ઇજા થતાં તેને જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બનાવ બાદ મહેશ નાથા નાસી ગયો હતો.

આ અંગે ઇજાગ્રસ્તના પુત્ર શૈલેષ ડોબરીયાની ફરિયાદ લઇ વિસાવદર પોલીસે હુમલાખોર સામે કલમ ૩૨૩,૩૨૬ તેમજ ૩૦૭ મુજબ ખૂનની કોશિષનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ ઇન્ચાર્જ પી.આઇ. એસ.કે. માલમ ચલાવી રહ્યા છે.(૧.૪)

(1:07 pm IST)