સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

પોરબંદરમાં કોસ્ટલ હાફ મેરેથોન : અઢી લાખના રોકડ ઇનામો : ઓનલાઇન રજીસ્ટ્રેશન

પોરબંદર, તા. પ : શ્રી રામ સી સ્વીમીંગ કલબ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન-ર૦૧૯નું તા. ર૪ના રોજ આયોજન કરવામાં આવેલ છે.

પૂ. મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતિની સરકારશ્રીની ઉજવણી અંતર્ગત કલીન ઇન્ડિયા ફીટ ઇન્ડિયાની થીમ સાથે આયોજીત છે. હાફ મેરેથોનની વિવિધ કેટેગરીઓમાં ૬ થી ૧૦ વર્ષ-ર કિમી બિનસ્પર્ધાત્મક, ૧૦ થી ૧૪ વર્ષ-પ કિમી સ્પર્ધાત્મક, ૧૪ વર્ષથી ઉપર-૧૦ કિમી, ૧૬ થી ઉપર-ર કીમી સ્પર્ધાત્મક તથા ૧૪ વર્ષથી ઉપર- કીમી ફન રન બિન સ્પર્ધાત્મક.

આ વર્ષે એક નવી કેટેગરી ૧૦-૧૪ વર્ષના બાળકો માટે ગોઠવેલી છે જે પ કીમી છે અને સ્પર્ધાત્મક છે. આ કોમ્પીટીશનમાં કુલ ર,૬૦,૦૦૦/-ના રોકડ ઇનામ દેવામાં આવશે જેની વિગત વેબસાઇટ Porbandar Marathon.Com પર મલશે. મેરેથોનમાં  આ વખતે પણ પોરબંદરના સૌ નાગરિકો ભાગ લઇ શકે તેના માટે પ કીમી ફન રન રાખેલી છે જે બિન સ્પર્ધાત્મક છે અને તે ચાલીને પણ પૂરી કરી શકાય છે. આ મેરેથોનના મુખ્ય સ્પોન્સરો છે. સૌરાષ્ટ્ર-કેમીકલ્સ, સૌરાષ્ટ્ર સીમેન્ટ, રીઝવાન આડતીયા ફાઉન્ડેશન, બ્લોસમ એજયુકેશન (યુ.કે.) હસ્તે ભરતભાઇ ઠકરાર, સુપર ગેસ એજન્સીઝ , ઓરીયન્ટ એબ્રેસીવ્સ, જયદેવ ઉનડકટ તથા અન્ય શહેરીજનો પણ સહકાર મળ્યો છે.

આ ઇવેન્ટમાં સારી કવોલીટીનું ટીશર્ટ, સેન્સ ઉપર રનીંગ તેમજ એનર્જી ડ્રીન્ક પાણી, ચા નાસ્તાની પણ પાર્ટીસીપેન્ટ માટે વ્યવસ્થા કરવામાં આવે છે. આ મેરેથોનનું સર્ટિફીકેટ કોઇપણ જગ્યા પર માન્ય રહેશે. કારણ કે તે માન્યતા પ્રાપ્ત કંપની દ્વારા તૈયાર કરવામાં આવશે. તા. ૧૦-૧૧-ર૦૧૯ના રજીસ્ટ્રેશન કલોઝ થાય છે તેમ યાદીમાં જણાવાયું છે.

(11:50 am IST)