સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

ઉનાની ખત્રીવાડા સીમમાં મહિલા ઉપર જંગલી શિયાળનો હૂમલોઃ સારવારમાં

ઉના તા. પ :.. તાલુકાનાં ખત્રીવાડા ગામે જંગલી શીયાળે મહિલા ઉપર હૂમલો કરતા સારવાર હેઠળ ખસેડાયા હતાં

ઉના તાલુકાનાં ખત્રીવાડા ગામની સીમમાં વાડીના મકાન ફળીયામાં રાધીબેન દેવાતભાઇ વાળા (ઉ.પ૦) સુતા હતા ત્યારે જંગલી શીયાળ આવી ચડી મહિલા ઉપર હૂમલો કરી આંખ, મોઢા, પાપણ ઉપર હૂમલો કરી ઇજા પહોચાડતાં દવાખાને સારવાર મટે ખસેડેલ હતા વન વિભાગને જાણ કરતા પગલા શીયાળનાં હોવાનું જાણેલ શીયાળને પકડવા તજવીજ હાથ ધરી છે.

(11:48 am IST)