સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

વાવાઝોડાની દિશા-દશા..!

ઓણસાલના ચોમાસામાં એક-બે-ત્રણ નહી પુરા પાંચ વાવાઝોડા

 વાંકાનેર તા.૫: ગુજરાતને પહેલું અને છેલ્લા વાવાઝોડુ નુકશાન કર્તા સાબિત થયુ છે. ચોમાસાની શરૂઆત સમયે ઉદ્ભવેલ 'વાયુ' વાવાઝોડાએ મોન્સન સિસ્ટમને વેરવિખેર કરીને ગુજરાતમાં આશરે દોઢ માસના વિલંબે ચોમાસુ શરૂ થયેલુ. જે હજુ પાછોતરા વરસાદે વરસી રહ્યુ છે. આપણે જો કે હવે તેને માવઠાનું શિર્ષક આપેલુ છે.

તાઝા ભૂતકાળમાં ચોમાસા દરમીયાન ક્રમશ ચાર જેટલા વાવાઝોડા ઉદ્ભવ્યા હોય તેવુ જોવા મળતુ નથી. ઓણસાલ 'વાયુ' બાદ 'હિક્કા'વાવાઝોડુ ઉદ્ભળેલુ ત્યારબાદ ખતરનાક કક્ષાનુ 'કયાર' વાવાઝોડું સદ્નશીબે ગુજરાતને સ્પર્શયા વિના ઓમાન તરફ જઇ શમેલુ. જો કે 'કયાર' વાવાઝોડુ શમી જાય એ પહેલા જ 'મહા' વાવાઝોડુ અસ્તિત્વમાં આવી ચુકલે.ુ અને 'મહા'    ની હાલ 'મહાચર્ચા' યથાવત જે એ વોગ જ 'બુલબુલ' જેવું કોમળ પણ ખતરનાક નામધારી ચક્રાવાત તેના અસ્તિત્વના વિકાસ તબક્કામાં હોઇ ઓણસાલના મોન્સૂન પીરિયડ દરમ્યાન અધધ પાંચ વાવાઝોડાઓ ઉદભવ્યા હોય તે નવોજ ઇતિહાસ પોલ્યુશનની આડ અસરે જોવા મળી રહ્યો છે.

બે વર્ષ પૂર્વે વર્ષ ૨૦૧૭માં હાલના સમયથી એક મહિના મોડું એટલે કે નવેમ્બરના અંતિમ દિવસોમાં બંગાળની ખાડીમાં 'ઓખી' નામધારી વાવાઝોડુ ૨૯ નવેમ્બરે ચક્રાવાત સ્વરૂપ ધારણ કરી તામિલનાડુ અને કેરળમાં ત્રાટકયા બાદ અરબ સાગરમાં ગુજરાત અને ઓમાન વચ્ચે ૬ ડિસેમ્બર સુધી ખતરા સ્વરૂપે સપ્તાહ સુધી ધુમરાયા કર્યુ હતું બાદમાં દરીયામાંજ વિસર્જન પામેલુ. રહેવાનું તાત્પર્યએ કે વાવાઝોડાની દિશા અને ગતિમાં થતા પરિવર્તનો આગાહીઓથી અવળા પણ સાબિત થતા હોય છે.

(11:45 am IST)